મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રામચોક નજીક બસ-રીક્ષા વચ્ચે અકસ્માત: ચાર મહિલા સહીત આઠને ઇજા, ગુનો નોંધાયો


SHARE











મોરબીના રામચોક નજીક બસ-રીક્ષા વચ્ચે અકસ્માત: ચાર મહિલા સહીત આઠને ઇજા, ગુનો નોંધાયો

મોરબીના રામચોક પાસે વાહન અકસ્માતનો બનાવો સર્જાયો હતો જેમાં પૂરપાટ જતી ટ્રાવેલ્સની બસ અને આડી શેરીમાંથી આવેલી ઓટો રીક્ષા વચ્ચે અથડામણ થઈ હતી જે બનાવમાં કેટરીંગનું કામ કરતી ચાર મહિલાઓ અને અન્ય સાહેદો મળીનેઆઠને ઇજાઓ પહોંચી હતી જેથી તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલે સારવારમાં પહોંચાડવામાં આવ્યા હતા. જે પૈકી એક મહિલા દ્વારા હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામચોક પાસે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આડી શેરીમાંથી આવેલી સીએનજી ઓટો રીક્ષા સાવસર પ્લોટ મેઇન રોડ ઉપર રામચોક નજીકથી પુરપાટ જતી ગણેશ ટ્રાવેલર્સની લક્ઝરી બસ નંબર એઆર ૧૧ સી ૧૭૭૩ સાથે અથડાઈ હતી. જેથી સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૩૩૯ માં બેઠેલ કેટરીંગનું કામ કરતા મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭), રોઝીનાબેન હૈદરશા સુબાસીસ (૨૩) રહે.બંને લીલાપર રોડ મોરબીને અહીંની ક્રિષ્ના હોસ્પીટલે અને કાજલબેન કાનજી મકવાણા (૨૧) તેમજ રજીયાબેન અલારખા શાહમદાર જાતે ફકીર (૩૭) રહે.વાંકાનેર દરવાજા પાસે બાલમંદિરની બાજુમાં જેલ પાછળ મોરબી વાળાઓને ઈજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર લીધા બાદ ચારેય ઈજાગ્રસ્તો પૈકીના રજિયાબેન અલારખા શાહમદાર જાતે ફકીર (ઉંમર ૩૭) ધંધો કેટરર્સ રહે.વાંકાનેર દરવાજા પાસે બાલમંદિર નજીક જેલ પાછળ વાળાએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે કેસરી કલરની ગણેશ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર એઆર ૧૧ સી ૧૭૭૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પૂરપાટ ગફલતભરી રીતે બેદરકારીપૂર્વક પોતાની લક્ઝરી ચલાવીને સીએનજી રીક્ષાને હડફેટે લીધી હતી જેથી તેમાં બેઠેલ ફરિયાદી રડીયાબેનને તેમજ અન્ય પાંચ સાહેદોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ અન્ય બે સાહેદોને પણ ઇજા પહોંચી હતી અને બાદમાં અકસ્માત સ્થળેથી પોતાની ટ્રાવેલ્સની બસ લઈને નાખી છુટયો હતો હાલ ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ જયપાલસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્ક વિસ્તારમાં રહેતા ઇમરાન મામદભાઈ પરમાર નામના ૩૨ વર્ષના યુવાનને ત્રાજપર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચી હોય સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જગદીશભાઈ ડાંગર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News