મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પાણીની મોટર ચાલુ કરવા બાબતે ભાભી-નણંદો વચ્ચે બઘડાટી


SHARE







મોરબીના મકનસર પાસે પાણીની મોટર ચાલુ કરવા બાબતે ભાભી-નણંદો વચ્ચે બઘડાટી

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ વાદીપરામાં પાણીની મોટર ચાલુ કરવા બાબતે ભાભી અને નણંદો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને ત્રણ વ્યક્તિને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે વાદીપરા વિસ્તારની અંદર રહેતા સવિતાબેન ચંદુભાઈ થરેસા (૨૫), સોનીબેન મુન્નાભાઈ ચંદેહરિયા (૩૦) અને કાજલબેન રણજીતભાઈ પંચાસરા (૨૦) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ ત્રણેય મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાભી સવિતાબેન સાથે નણંદ સોનીબેન અને કાજલબેનને પાણીની મોટર ચાલુ કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં આ ત્રણેય મહિલાઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

અમદાવાદના ગોતા સ્મશાન પાસે બાઈકમાંથી પડી જતા ઈજા પામેલા ભરતભાઈ ઝીણાભાઈ પટેલ (૭૪) રહે. ૧૦૨ સેવન્સ પેરેડાઇઝ સિલ્વર પાર્કની સામે ન્યુ ગોતા વાળાને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા છે અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હત






Latest News