ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

હળવદમાં શૈક્ષણિક સ્તરનો સુધારવા જ્ઞાનસેતુ ડે સ્કુલ યોજનામાં શાળાઓનો સમાવેશ કરવા રજૂઆત


SHARE







હળવદમાં શૈક્ષણિક સ્તરનો સુધારવા જ્ઞાનસેતુ ડે સ્કુલ યોજનામાં શાળાઓનો સમાવેશ કરવા રજૂઆત

ગુજરાતમાં હાલ જ્ઞાનસેતુ ડે સ્કુલ યોજના કાર્યરત છે. જેનાથી શાળાના શૈક્ષણિક સ્તરનો ખાસ્સો સુધારો થાય છે. ત્યારે આ મામલે હળવદની H.E.S. સ્કૂલનો જ્ઞાનસેતુની યોજનામાં સમાવેશ કરવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, જ્ઞાનસેતુ ડે સ્કુલ યોજના અંતર્ગત હળવદ તાલુકામાં આવેલ હળવદ એજયુકેશન સંચાલીત, H.E.S સ્કુલ કેમ્પસમાં કે.એસ.કોચા,પ્રાયમરી વિભાગ અને એન.જે.દવે હાઇસ્કુલ વિભાગ H.E.S ઇન્ટરનેશનલ ઈંગ્લીશ સ્કુલ પણ કાર્યરત છે. આ સ્કુલ હળવદ શહેરના પોશ વિસ્તારમાં આવેલ છે અને આસપાસના ઘણા ગામો માટે પણ નજીકનું સ્થળ છે. જેને પગલે બાળકો તથા વાલીઓને સરળ અને સસ્તુ થાય તેમ છે આ સ્કુલમાં અઘ્યતન ભૌતીક વર્ગખંડ, વિશાળ ગાર્ડન, બાળકોના રમત-ગમત માટે વિશાળ મેદાન સાથે બાળકોના અભ્યાસ માટે સ્વચ્છ વાતાવરણ સહિતની વિશિષ્ટતા ઉપલબ્ધ છે. તેથી જો રાજય સરકારની જ્ઞાનસેતુ ડે સ્કુલ યોજના અંતર્ગત હળવદ તાલુકામાં આવેલ H.E.S સ્કુલ કેમ્પસ સહભાગીદારી થશે તો શિક્ષણ વધુ સુલભ થશે તેવી રજૂઆત કરી હતી.






Latest News