મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીએ ભવ્ય શોભાયાત્રા યોજાશે


SHARE







મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીએ ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવા માટેનું આયોજન સર્વ હિન્દૂ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ  ઓરક્રેસ્ટ્રા, ભજન સંધ્યા યોજાશે તેમજ રામનવની નિમિતે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવશે.

આ શોભાયાત્રામાં ભગવાન રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ રાખવામા આવશે તેની સાથે હનુમાનજીની પણ  મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અને શોભાયાત્રામાં સાત ફ્લોટ રાખવામા આવશે ત્યારે આ શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થશે અને વીસી ફાટક, ત્રિકોણ બાગ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, એચડીએફસી બેન્કની ચોકડી, ગાંધીચોક અને નહેરુ ગેઇટ થઈને પુર્ણાહુતી થશે. ત્યારે શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે અને ભગવાન રામના જન્મોત્સવ નિમિતે રામજી મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારે તમામ સંસ્થાઓ, તમામ જ્ઞાતિઓ રામલલ્લાનો જન્મદિવસ ઉજવવા એક છત્ર નીચે આવીને ભગવાન રામના જન્મોત્સવ ઉજવવા સર્વ હિન્દૂ સમાજની રચના કરીને પ્રથમ વખત મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે.






Latest News