ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જેપુર પાસે ૧૨૦ બોટલ દારૂ ભરેલ કારને રેઢી મૂકીને વાહન ચાલક ફરાર​​​​​​​ 


SHARE









વાંકાનેરના જેપુર પાસે ૧૨૦ બોટલ દારૂ ભરેલ કારને રેઢી મૂકીને વાહન ચાલક ફરાર 

વાંકાનેર તાલુકાના જેપુર ગામ થી જીવાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી કારના ચાલકે રસ્તા ઉપર પોલીસને જોઈ જતા પોતાની કારને રોડની નીચે ઉતારી દીધી હતી અને તે કારને રેઢી મૂકીને અંધારાનો લાભ લઈને ત્યાંથી કાર ચાલક નાશી ગયો હતો ત્યાર બાદ પોલીસે તે કારબે ચેક કરતા તેમાંથી દારૂની કુલ મળીને ૧૨૦ બોટલો મળી આવી હતી જેથી કરીને ૪૨૩૦૦ ની કિંમતની દારૂની બોટલો તથા ૩.૫૦ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને પોલીસે ૩,૯૨,૩૦૦ ની કિંમત તો મુદ્દામાલ કબજે કર્યો છે અને કારને રેઢી મૂકીને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વાંકાનેર તાલુકાના જેપુર ગામથી જીવાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે જેપુર ગામ જવાના રસ્તા ઉપરથી જેપુર તરફથી કાર આવી રહી હતી દરમિયાન કારના ચાલકે રસ્તા ઉપર પોલીસને જોઈ જતા પોતાની કારને રોડની નીચે ઉતારી દીધી હતી અને ત્યાં પોતાની કાર છોડીને કાર ચાલક અંધારાનો લાભ લઈને ત્યાંથી નાશી ગયો હતો ત્યારબાદ પોલીસે કારને ચેક કરતા સ્કોડા કાર નંબર જીજે ૨૧ એમ ૫૭૪૭ માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે દારૂની ૧૨૦ બોટલો જેની કિંમત ૪૨૩૦૦ અને ૩.૫૦ લાખ રૂપિયાની કિંમતની કાર એમ કુલ મળીને ૩,૯૨,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને દારૂ ભરેલી કાર રસ્તામાં રેડી મૂકીને નાસી છૂટેલા કાર ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ સોલીડ એર સેનેટરી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ બકુભાઈ દંતાણી (૪૦) ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા થવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝરી જનાવર કરડી ગયું

ટંકારામાં રહેતા રાધિકાબેન તેરસિંગ સેનાની (૯૩) નામના વૃદ્ધાને ઝેરી જનાવર કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ટંકારા લઈને આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News