મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ટીકર(રણ) ગામે આર્થિક કારણોસર દવા પી ગયેલ આધેડનું મોત


SHARE







મોરબીના ટીકર(રણ) ગામે આર્થિક કારણોસર દવા પી ગયેલ આધેડનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર (રણ) ખાતે રહેતા સતવારા આધેડે ઝેરી દવા પી લીધી હતી જેથી તેમનું મોત નિપજતા મૃતદેહ પીએમ માટે મોરબી ખસેડાયો હતો અને બાદમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

મોરબી સીટી એ ડિવ્ઝન પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના ટીકર (રણ) વિસ્તારમાં રહેતા અમૃતલાલ ગોરધનભાઈ ચૌહાણ (ઉમર ૫૫) નામના સતવારા આધેડ ઝેરી દવા પી જતા તેઓનું મોત નીપજ્યું હતું જેથી તેમના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું બનાવને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આર્થિક કારણોસર અમૃતભાઈ ચૌહાણએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને આગળની તપાસ માટે તેઓએ હળવદ પોલીસને ઉપરોક્ત બનાવની જાણ કરી હતી.

બે વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીમાં ગઈકાલે બનેલ બે જુદાજુદા અકસ્માત બનાવોમાં ત્રણ લોકોને ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા ધવલ જગદીશભાઇ કચરોલા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની પાસે બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના લીલાપર-ભડીયાદ રોડ ઉપર સનરાઈઝ સીરામીકમાં રહેતા નીતિન બાલકૃષ્ણ (ઉમર ૨૪) અને માળીયા મિંયાણાના મેઘપર ગામે રહેતા અરવિંદ મનુભાઈ રાઠોડ (ઉંમર ૨૫) નામના બે યુવાનો બાઇકમાં જતા હતા ત્યારે બંનેને બાઇકમાંથી પડી જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેમને અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લવાયા હતા જ્યાંથી તાલુકા પોલીસને જાણ કરાતા મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ કબીર આશ્રમ પાસેની સુમતિનાથ સોસાયટીમાં રહેતા દિપક જગદીશભાઈ ચૌહાણ નામના ૪૧ વર્ષના યુવાનને અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે આયુષ હોસ્પિટલ લવાયો હતો પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે દિપક ચૌહાણ બાઈક લઈને જતો હતો ત્યારે જુના આરટીઓ પાસે કંડલા હાઇવે ઉપર તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેને ઇજાઓ પહોંચેલી હતી જેથી સારવારમાં ખસેડાયો હતો






Latest News