મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મચ્છુ-૨ ડેમના ક્ષતિગ્રસ્ત પાંચ દરવાજા બદલાશે: મોરબી-માળીયા તાલુકાના લોકોને પીવાના પાણીની કોઈ ચિંતા નહી


SHARE







મચ્છુ-૨ ડેમના ક્ષતિગ્રસ્ત પાંચ દરવાજા બદલાશે: મોરબી-માળીયા તાલુકાના લોકોને પીવાના પાણીની કોઈ ચિંતા નહી

મોરબી નજીકનો મહાકાય મચ્છુ-૨ ડેમ મોરબી તથા માળીયા તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન છે જોકે, આ ડેમના દરવાજાઓ પૈકીના પાંચ દરવાજાઓ ક્ષતિગ્રસ્ત થયા છે જેથી કરીને તેનું રીપેરીંગ કામ કરવાનું છે માટે ડેમમાંથી જળ જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવશે પરંતુ મોરબી તથા માળીયા તાલુકાના લોકોને પીવાના પાણી માટે કોઈ ચિંતા નથી તેવું હાલમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે

દર વર્ષે ચોમાસામાં મોરબી નજીકનો મહાકાય મચ્છુ-૨ ડેમ ભરાઈ જાય એટલે મોરબી તથા માળિયા તાલુકાના લોકોને પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે ખેડૂતોને ચિંતા રહેતી નથી જોકે આ મચ્છુ ડેમમાં કુલ મળીને ૩૮ દરવાજા આવેલા છે અને તે પૈકીના પાંચ દરવાજા ક્ષતિગ્રસ્ત હોવાથી આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને સિંચાઈ વિભાગના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ સર્વે પછી હવે આ પાંચ દરવાજાનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવનાર છે જેથી કરીને આગામી તા. ૧૫/૪ થી લઈને ૩૦/૪ સુધીના સમયગાળા દરમિયાન ગમે ત્યારે મોરબીના મચ્છુ-૨ ડેમના પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારે મચ્છુ ડેમમાં રહેલ પાણીના જળ જથ્થાને મચ્છુ નદીમાં છોડવામાં આવશે જેથી કરીને નીચાણવાળા વિસ્તારોને તેની જાણ કરી દેવામાં આવી છે અને તેની સાથોસાથ આ કામગીરી ઝડપથી અને સલામત રીતે પૂર્ણ થાય તેના માટેની તમામ તકેદારીઓ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા રાખવામાં આવશે મોરબી મચ્છુ- ના નાયબ કાર્યપાલક ઇજનેર વી.એસ. ભોરણીયાએ જણાવ્યુ છે

મોરબીના મચ્છુ-૨ ડેમમાં ૩૧૦૪ એમસીએફટીની જળ ક્ષમતા છે જેની સામે હાલમાં આ ડેમની અંદર ૧૪૧૯ એમસીએફટી પાણીનો જીવંત જળ જથ્થો છે જોકે, આ ડેમની અંદર આજની તારીખે કૂલ મળીને ૧૫૫૩ એમસીએફટી પાણી ભરેલું છે અને દરરોજ આ ડેમમાંથી મોરબી તથા માળીયા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરેરાશ ૧૦ એમસીએફટી જેટલું પાણી ઉપાડવામાં આવે છે અને આગામી દિવસોમાં આ ડેમોમાંથી દરવાજા ખોલીને પાણીને છોડવામાં આવે તેમ છતાં પણ એક મહિના સુધી આ ડેમમાંથી લોકોને પીવા માટેનું પાણી મળે તેટલું પાણી ડેમની અંદર રહેશે આ ઉપરાંત પાણી માટે થઈને કોઈપણ પ્રશ્ન ઊભો ન થાય તે માટે નર્મદા નિગમમાં રજૂઆત કરીને મોરબીના મચ્છુ-૨ ડેમ સુધી જે નર્મદાની સૌની યોજનાની કેનાલ આવે છે તેના મારફતે પાણીનો જથ્થો સપ્લાય કરવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી કરીને નર્મદાનું પાણી મળી જવાના કારણે મોરબી તથા માળિયા તાલુકાના લોકોને પીવાના પાણી માટે કોઈ પ્રશ્ન આગામી ચોમાસા સુધી ઉભો થવાનો નથી

મચ્છુ-૨ ના આસિસ્ટન્ટ કે.જે. બરાસરાએ જણાવ્યુ હતું કે, વર્ષ ૧૯૭૯ માં મોરબીનો મચ્છુ-૨ ડેમ તૂટ્યો હતો અને જળ હોનારત થઈ હતી જે ત્યારબાદ મચ્છુ-૨ ડેમને ફરીથી જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેમાં દરવાજાની સંખ્યા વધારવામાં આવી હતી અને કુલ મળીને ૩૮ દરવાજા આ ડેમમાં આજની તારીખે છે અને તે પૈકીના પાંચ દરવાજા આ વર્ષે બદલાવવામાં આવશે અને આગામી વર્ષે આ ડેમના તમામ દરવાજા બદલાવવા માટેનું કામ થશે જો કે, સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે મોરબી અને માળીયા માટે આશીર્વાદ સમાન આ ડેમ બંને તાલુકાના લોકોને કાયમી પીવાનું પાણી જે રીતે આપતો રહ્યો છે તેવી જ રીતે આ વર્ષે અને આગામી વર્ષોમાં પણ આપતો રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News