ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો મોરબીના રવાપર ગામે પાદરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત: અજાણ્યા વૃદ્ધનું બીમારીની સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્સ્ટ્રાગ્રામમાં મેસેજ મુકવા બાબતે થયેલ સામસામી મારામારીના બનાવમાં ચારની ધરપકડ બાદ જેલ હવાલે


SHARE











મોરબીમાં ઇન્સ્ટ્રાગ્રામમાં મેસેજ મુકવા બાબતે થયેલ સામસામી મારામારીના બનાવમાં ચારની ધરપકડ બાદ જેલ હવાલે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ નજીક તેમજ મહેન્દ્રપરા વિસ્તારમાં મારામારીના બે બનાવો બન્યા હતા.જેમાં છએક મહિના પહેલા ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે બે જૂથ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો તે ઝઘડાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ધારીર્યું, તલવાર અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે મારામારી થઇ હતી.બાદમાં બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવેલ હતી હાલમાં એ ડિવિઝન પીઆઇ જાડેજા દ્વારા એક તરફના ચાર હુમલાખોરોને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ ઉપર રહેતા વિપુલ રાજુભાઇ દેવસુર જાતે ગઢવી (ઉંમર ૨૦) અને બસીર યુસુફભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૨ તેમજ મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં જલજલા પાન નજીક રહેતા અશરફ સોહીનભાઇ જેડા જાતે મિયાણા (ઉંમર ૨૦) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા પહોંચેલ હોય સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવેલ.ઉપરોક્ત મારામારીના બનાવ સંદર્ભે બંને પક્ષોએથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

જેમાં ઇજા પામેલા અશરફ જેડાના મિત્ર હુસેન આલમભાઇ સામતાણી જાતે મિંયાણા મુસ્લિમ (ઉમર ૨૮) રહે.કુલીનગર વીસીપરા મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે એજાજ ઉર્ફે બાબુ સંધિ રહે.વાવડી રોડ, વિપુલ ગઢવી રહે.વાવડી રોડ, સલીમભાઈ રાઉમા રહે. માધાપરા અને બસીર ફકીર રહે.માધાપરા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વાવડી રોડ ઉપર આવેલ ગેબનશાહ પીરની દરગાહ પાસે ફરિયાદી હુસેનભાઈ સામતાણી તથા તેનો મિત્ર અશરફ જેડા સમૂહલગ્નમાંથી પરત ફરતા હતા ત્યારે તેઓને ત્યાં આંતરીને અશરફ જેડાના ભાઈ સાહિલને અગાઉ એજાજ સંધિ સાથે છએક માસ પહેલા ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે ઝઘડો થયેલો હતો તે વાતનો રોષ રાખીને માથાકૂટ કરી હતી અને બાદમાં ઉપરોક્ત ચારેય ઇસમોએ ધારીયુ, તલવાર અને પાઇપ વડે ફરિયાદી હુસેનભાઇ અને તેના મિત્ર અશરફને માર માર્યો હતો.હુસેનભાઇ આલમભાઈ સામતાણીની ઉપરોક્ત ફરિયાદ લઈને એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા દ્વારા કલમ ૩૦૭ (ખૂનની કોશિસ), ૧૨૦(બી) કાવત્રુ રચવુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જે બનાવમાં પીઆઈ જાડેજા દ્વારા એક પક્ષના કલમ ૩૦૭ ના આરોપી એજાજ ઉર્ફે બાબુ રજાક પઢિયાર જાતે સંધી (૨૭) રહે.સહયોગ સ્કૂલ પાસે સોમૈયા સોસાયટી વાવડી રોડ, વિપુલ રાજેશ દેવસુર જાતે ગઢવી (૨૬) રહે.ગાયત્રીનગર વાવડી રોડ, સલીમ હારૂન રાઉમા જાતે સંધિ (૨૩) રહે.માધાપરા શેરી નંબર-૧૩ રામજી મંદિર પાસે અને બસીર યુસુફ શાહમદાર જાતે ફકીર રહે.૧૨-મહેન્દ્રપરા નામના ચારેયની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ધારીયુ, ધોકો-પાઇપ અને મોબાઈલો કબ્જે લેવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા ચારેય હુમલાખોરોને હાલ જેલ હવાલે કરાયા છે.






Latest News