મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાંથી દારૂની ૨૪૦ બોટલ કબજે: આરોપીની શોધખોળ


SHARE











મોરબીમાં ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાંથી દારૂની ૨૪૦ બોટલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીના લીલાપર રોડે ઘરમાંથી દારૂ મળ્યો હતો તેમાં જે શખ્સનું નામ સામે આવ્યું હતું અને તેને પકડવાનો બાકી હતો તે શખ્સનાં કબજા ભોગવટા વાળા ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાંથી દારૂની ૨૪૦ બોટલ મળી આવી છે જેથી પોલીસે ૧.૨૬ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે જો કે, આરોપી હાજર મળેલ નથી જેથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જિલ્લા એલસીબીને મળેલ બાતમી આધારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપત સોસાયટીમાં રહેતા જગદિશભાઇ સામતભાઇ સાવધારાના ઘર પાસે આવેલ તેના જ કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હતો જો કે, પોલીસે તે ઓરડીમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૨૪૦ બોટલ કબજે કરી હતી અને ૧,૨૬,૩૦૦ નો મુદામાલ કબ્જે કરેલ હતો અત્રે ઉલેખનીય છે કે, જે આરોપીને પકડવાનો બાકી છે તેના જ ભાઈને દારૂની ૬૭ બોટલ, મોબાઈલ અને એક્ટિવા સહિતના મુદામાલ સાથે ગઇકાલે સાંજે જ પકડવામાં આવ્યો હતો ત્યારે બાદ આ બીજી રેડ ડેલાની ઓરડીમાં કરવામાં આવી હતી જેમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો છે આ કામગીરીમાં એલસીબીના પીઆઇ ડી.એમ.ડોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News