ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુનઃ પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે આપી વિદાય


SHARE









વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુનઃ પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે આપી વિદાય

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે પાંચ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવ્યા બાદમાં શ્રી કેરાળા પ્રાથમિક શાળા, તા.વાંકાનેર, જી.મોરબી ખાતે ત્રણ વર્ષ પહેલાં ફરજ ઉપર નિમણૂંક પામેલ એચ-ટાટ પ્રિન્સિપાલ ચેતનકુમાર જી.બોસિયાની વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે શ્રી પંચાશિયા પ્રાથમિક શાળામાં પુન: આચાર્ય તરીકે બદલી થતા કેરાળા પ્રાથમિક શાળા પરીવાર અને શાળાના વિદ્યાર્થીઓએ ચેતનકુમાર બોસીયાને લાગણી સભર વિદાય આપી હતી.તેઓના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી National Means Cum Merit Scholarship(NMMS-એનએમએમએસ), રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પીએસઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પામ્યા છે.તેમજ જવાહર નવોદય પરીક્ષામાં પાસ થઈને અનેક વિદ્યાર્થીઓએ શાળા અને કેરાળા ગામનું નામ રોશન કર્યું છે.શાળા પરિવાર અને શાળાના આચાર્ય ચેતનકુમાર જી.બોસિયાના માર્ગદર્શન હેઠળ આ સિધ્ધી શાળાના બાળકોએ હાંસલ કરી છે. મોરબીના કેરાળા પ્રાથમિક શાળામાંથી આચાર્ય ચેતનભાઇ બોસિયાની પુન: પંચાસીયા પ્રા. શાળા ખાતે બદલી થતાં કેરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આંખોના ખૂંણા ભીના થયા હતા અને આચાર્ય ચેતનકુમાર બોસીયાને ભારે હૃદયે સૌએ વિદાય આપી હતી.






Latest News