મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજની યુવા પાંખ દ્વારા મશાલ રેલીનું આયોજન: મોરબીમાં આપ દ્વારા યોજાશે મશાલ રેલી


SHARE







ટંકારા આર્ય સમાજની યુવા પાંખ દ્વારા મશાલ રેલીનું આયોજન: મોરબીમાં આપ દ્વારા યોજાશે મશાલ રેલી

ટંકારા આર્ય સમાજની યુવા પાંખ આર્યવીર દળ દ્વારા શહિદ દિન નિમિતે દેશના નરબંકા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

ટંકારાના આર્યવીર દળ દ્વારા આગામી તા. ૨૩ માર્ચને ગુરૂવારે રાત્રે ૮ કલાકે વિદેશી વિધર્મી અંગ્રેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદદિને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે આ મશાલ રેલી આર્ય નગર ધર્મ ભક્તિ સોસાયટી સુદરજી કાપડિયાના ધરેથી રાત્રે ૮ વાગ્યે પ્રસ્થાન કરશે પછી શહેરના મુખ્ય રાજમાર્ગ પર નીકળશે અને અંતમા  આર્ય સમાજ ખાતે પુર્ણ થશે. આ તકે બહોળી સંખ્યામાં હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે.આર્યવીર દળના ચેતન સાપરીયા પંડિત સુહાસજી, રજનીકાંત મોરસાણીયા, યોગેશ કારાવડિયા, હસમુખભાઈ દુબરીયા, ભાવેશ ગઢવી સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આપ દ્વારા મશાલ રેલી

મોરબી આમ આદમી પાર્ટીના જીલ્લાના પ્રમુખ ગીરીશભાઈ પેથાપરાએ જણાવ્યુ છે કે, આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અને તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓ કાલે તા. ૨૩ ને ગુરુવારના રોજ શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિતે આમ આદમી પાર્ટી મોરબીમાં સાંજે ૭ વાગ્યે નગર દરવાજાથી ગાંધી ચોક સુધી મશાલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે






Latest News