મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન


SHARE







મોરબી નજીકના પાનેલી ગામે ગૌશાળાની ગાયોના લાભાર્થે રામકથાનું આયોજન

મોરબી નજીકના પાનેલી ગામે ઘણા વર્ષો પછી ગ્રામજનોના સાથ સહકાર અને સહયોગથી શ્રી સીતારામ ગૌશાળાના શુભારંભ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે ભવ્ય અને દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે સમસ્ત પાનેલી ગામ સહિતના લોકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે 

રામકથા પ્રારંભે મસાણી મેલડીનો યજ્ઞ, સમસ્ત પાનેલી  ધુવાળા બંધ ગામ માટે બપોરે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે  આ ધાર્મિક કાર્યનો તમામ સમાજના લોકોએ તન, મન અને ધનથી લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે આ રામ કથાનો પ્રારંભ તા ૨૬-૩ થી થવાનો છે ત્યારે પહેલા માં મસાણી મેલડીનો મંડપ રોપણ તથા યજ્ઞ સવારે ૮:૧૫ કલાકે અને યજ્ઞના યજમાન ચાવડા ભુરાભાઈ દાનાભાઈ છે તેમજ પોથીયાત્રા સવારે ૯:૩૦ કલાકે રામદેવપીર મંદિરથી કથામંડપ સુધી યોજાશે અને બપોરે મહાપ્રસાદ ૧૨ કલાકે યોજાશે ત્યાર બાદ બપોરે બે વાગ્યાથી કથા પ્રારંભ થશે અને દરરોજ કથા બપોરે બે થી છ વાગ્યા સુધી ચાલશે આટલું જ નહીં કથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ભજન, કિર્તન, સંતવાણી, આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પુર્ણાહુતિ તા ૩-૪ ના રોજ થશે






Latest News