હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા
Breaking news
Morbi Today

પોલીસનો ડર કયાં..?! : મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE











પોલીસનો ડર કયાં..?! : મોરબીમાં રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી પાસે છકડો રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા આધેડ ઉપર ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ આધેડ દ્વારા સારવાર લીધા બાદ ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ બટુકદાસ રામાનુજ જાતે બાવાજી નામના ૫૦ વર્ષના આધેડને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સાગર સોમભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક રહે.કારીયા સોસાયટી વાવડી રોડ, છકડો રીક્ષા નંબર જીજે ૧૩ એટી ૨૪૬ નો ચાલક તેમજ એક અજાણ્યો ઈસમ એમ ત્રણની સામે ફરિયાદ નોંધાવ જણાવ્યું હતું કે તેઓએ સામેવાળાઓને રીક્ષા સાઈડમાં લેવાનું કહ્યું હતું જેથી સામેવાળાઓએ તેઓ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઠીકાપાટુ વડે મૂઢમાર માર્યો હતો હાલ ફરિયાદ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા શોભેશ્વર રોડ ખાતે રહેતા આરીફ અબ્દુલભાઈ મૌવા નામના ૨૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો સારવાર કર્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, આરીફ અબ્દુલભાઈ નામનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે ત્યાંથી મોરબીના વીસીપરામાં રહેતા અજય દેવીપુજક નામનો શખ્સ ટ્રેક્ટર લઈને નીકળ્યો હતો અને ત્યારે કોઇ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં થયેલ મારામારીમાં ઈજા થતા આરીફને સારવાર ખસેડવામાં આવ્યો હતો.






Latest News