મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ-પોકસો એક્ટ અંતર્ગત પોલીસ માટે તાલીમ યોજાઈ


SHARE







મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ-પોકસો એક્ટ અંતર્ગત પોલીસ માટે તાલીમ યોજાઈ

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પી.સી. ગોસ્વામીના અધ્યક્ષસ્થાને પોલીસ કર્મીઓની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમમાં ૭૦ જેટલા પોલીસ કર્મીઓને  જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ હેઠળ કરવાની થતી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લા સમાજ સુરક્ષા પ્રોબેશન ઓફિસરશ્રી ડૉ.મિલન પંડિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, લીગલ ઓફીસર રોશનીબેન તથા તમામ પોલીસ અધિકારીઓ (મહિલા પોલીસ સ્ટેશન સહિત), ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, વુમન હેલ્પ ડેક્સના સભ્યો, સી ટીમના સભ્યો, એફ.એફ.ડબલ્યુ.સી. ના સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના તમામ સ્ટાફ સહિતનાઓએ હાજર રહી તાલીમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો






Latest News