મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મચ્છરનો સ્પ્રે વાપરતા પહેલા સાવધાન: મોરબીમાં સ્પ્રે બાદ બંધ કરેલ રૂમમાં ગેસ ચાલુ કરતાં લાગી આગ: ત્રણ વ્યક્તિ દાઝ્યા


SHARE







મચ્છરનો સ્પ્રે વાપરતા પહેલા સાવધાન: મોરબીમાં સ્પ્રે બાદ બંધ કરેલ રૂમમાં ગેસ ચાલુ કરતાં લાગી આગ: ત્રણ વ્યક્તિ દાઝ્યા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં લેબર કવાર્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં દાઝી ગયેલા ત્રણ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને આ યુવાનો જે રૂમમાં રહેતા હતા તેમાં મચ્છર માટેનો સ્પ્રે કરવામાં આવ્યો હતો બાદમાં ગેસ ચાલુ કરવામાં આવતા રૂમની અંદર આગ લાગી હતી અને જેમાં આ ત્રણ યુવાન દાજી જતાં સારવારમાં ખસેડાયા છે અને એક મજૂરે બીજા મળેથી નીચે કૂદકો મારતા તેને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો પોલો સીરામીક યુનિટની અંદર સ્ટાફ કવાર્ટરમાં રહેતા બિરજુ વિશ્વાસ (૨૫), સરોજ કમલ સંગા (૨૫) અને પુરોનજીત પૂરના પલોઈ (૨૬) નામના ત્રણ મજૂરો કવાર્ટરમાં હતા અને ત્યાં આગ લગતા દાઝી જવાથી તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રસોઈ બનાવતા સમયે આકસ્મિક રીતે રૂમમાં આગ લાગતા હાથે પગે અને શરીરને દાઝી ગયેલ હાલતમાં ત્રણેયને સારવારમાં ખસેડાયા આવ્યા છે આ બનાવ તપાસ તાલુકા પોલીસ મથકના જે.પી. વસિયાણી દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, લેબર કવાર્ટરમાં વધુ મજૂરો સાથે રહેતા હોય છે અને મજૂરો રૂમમાં મચ્છર મારવા માટે મચ્છર મારવાનો સ્પ્રે વપરાતા હોય છે આવી જ રીતે આ લોકોના રૂમમાં મચ્છર મારવાનો સ્પ્રે માર્યા બાદ રૂમ બંધ હતો અને બાદમાં નાઈટ શિફ્ટ કરીને આવેલા અન્ય મજૂરે રૂમ ખોલીને રસોઈ બનાવવા ગેસનો ચૂલો ચાલુ કરતા રૂમની અંદર આગ લાગી હતી અને ત્રણ ત્રણ મજૂરો હાથે પગે અને શરીરના દાજી ગયા હોય ત્રણેયને આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા મીયાણાથી આગળ સૂરજબારી અને સામખયારી વચ્ચે ટોલનાકા નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે બનાવમાં બાઈકમાં જઈ રહેલ ઇમ્તિયાઝ નિસારઅહેમદ સંઘવાણી (૧૮) અને મહંમદ હનીફભાઇ ભટ્ટી (૨૫) રહે. બંને માળિયા મીયાણા વાળાઓને ઈજા પહોંચી હતી આ બંને યુવાન મોટરસાયકલ લઈને સુરજબારી અને સામખયારી વચ્ચેથી જતા હતા ત્યારે ટોલનાકા પાસે તેઓને અકસ્માતના બનાવવામાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અહીં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળ જતાં બાઈકના ચાલકે બ્રેક કરતાં પાછળ આવી રહેલ આ યુવાનોએ તેના બાઇકને બ્રેક કરી હતી જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત બંને યુવાનને ઇજા થયેલ છે






Latest News