મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાન અને તેની પત્નીને માર મારનાર ચારની ધરપકડ


SHARE







મોરબીના રવાપર ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાન અને તેની પત્નીને માર મારનાર ચારની ધરપકડ

મોરબીના રવાપર ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડતા તે ઉસકેરાઈ ગયો હતો અને તેને કુહાડીનો બુંધરાવટીનો ભાગ યુવાન અને તેની પત્નીને માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કૂલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના રવાપર ગામે રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ સાગઠીયા (૪૫)એ રાહુલ મેઘજીભાઈ ચાવડાઅનિલ મેઘજીભાઈ ચાવડાનાજાભાઇ જીવાભાઈ ચાવડા અને હંસાબેન મેઘજીભાઈ ચાવડા રહે. બધા રવાપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કેરાહુલ મેઘજીભાઈ ચાવડા તેઓના ઘર પાસે ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી દિનેશભાઈને જમણા પગમાં કુહાડીનો બુંધરાવટીનો ભાગ મારીને પગમાં ઈજા કરી હતી તથા તેના પત્નીને ડાબા પગમાં કુહાડીનો બુંધરાવટીનો ભાગ મારીને ઈજા કરી હતી તેમજ અનિલભાઈ ચાવડાએ ઢિકાપાટુનો માર માર્યો હતો અને નાજાભાઇ ચાવડાએ મારી નાખવાની ધમકી આપી હતી તો હંસાબેન ચાવડાએ ગાળો આપીને ઝઘડો કર્યો હતો જેથી દિનેશભાઈ સાગઠીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી રાહુલ મેઘજીભાઈ ચાવડા (૨૮)અનિલ મેઘજીભાઈ ચાવડા (૩૨)નાજાભાઇ જીવાભાઈ ચાવડા (૪૫) અને હંસાબેન મેઘજીભાઈ ચાવડા (૪૫) રહે. બધા રવાપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News