મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE







મોરબીના સાપર નજીક કેનાલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં આવેલ પાવરીયાળી કેનાલ પાસેથી અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી મળી આવી હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે કોઈ અજાણ્યા ૩૦ વર્ષના યુવાનની ડેડબોડી પડી હતી જેથી કરીને ઈકબાલભાઈ ગુલામભાઈ તે ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ અંગે સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાન કોણ છે..? તેની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આગળની તજવીજ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનને સારવારમાં

મોરબીના સરતાનપર ગામ પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને મોરબી લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ગામ પાસે સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ સરોજકુમાર શિવશંકર મહંતો નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે





Latest News