મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં કાયમી આચાર્યની નિમણુંક કરવાની માંગ


SHARE







મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં કાયમી આચાર્યની નિમણુંક કરવાની માંગ

મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં વર્ગ-૨ ના કાયમી આચાર્યની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે જેથી કરીને ત્યાં કાયમી આચાર્યની નિમણુંક આપવા શૈક્ષિક મહાસંઘ દ્વારા ધારાસભ્ય સમક્ષ માંગ કરવામાં આવી છે

મોરબીની ધી.વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને મોરબી જિલ્લાની મોટામાં મોટી હાઈસ્કૂલ છે જેમાં હાલ જે ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકને ગંભીર અકસ્માતમાં માથાના ભાગે ઈજા થતા લાંબી રજા પર છે એટલે ઈન્ચાર્જ આચાર્યનો ચાર્જ એમના પછીના સિનિયર શિક્ષકને આવેલ છે. જો કે, વી.સી.હાઈસ્કૂલ જિલ્લા મથકે આવેલ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાહિત્ય રાખવું સ્ટ્રોંગ રૂમ તેમજ અન્ય સરકારી કાર્યક્રમોનું આયોજન આ સ્થળે થતું હોય છે, બોર્ડની પરીક્ષામાં પણ આચાર્યની મસમોટી કામગીરી આમ અનેકવિધ જવાબદારીઓ ઈન્ચાર્જ આચાર્યને નિભાવવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે. વળી શાળામાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોય વી.સી.હાઈસ્કૂલના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન માટે અને ૧૨૦૦ વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને રાખીને કાયમી આચાર્યની સત્વરે નિમણુંક કરવામાં આવે તેવી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે 






Latest News