મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી રેવન્યુ બાર એસો. દ્વારા દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા માંગ કરાઇ


SHARE







મોરબી રેવન્યુ બાર એસો. દ્વારા દસ્તાવેજ નોંધાણીનો સમય વધારવા માંગ કરાઇ

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીનું કામગીરીમાં લોકોનો ધસારો હોય છે જો કે, દરેક નોંધણીમાં સ્લોટનો સમય ૧૦ મિનિટ હોવાથી તે સમયમાં ઘટાડો કરવામાં આવે અને સાંજે બે કલાક વધુ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાણીનું કામ ચાલુ રાખવામા આવે તેવી રેવન્યુ બાર એસો. દ્વારા રજુઆત કરવામાં આવી છે

મોરબી રેવન્યુ બાર એસો. પ્રમુખ પિયુષભાઈ રવેશીયાની આગેવાની હેઠળ સબ રજિસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષકને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ  છે કે, આગામી ૧૫ એપ્રિલથી બમણા દરના નવા જંત્રી દર લાગુ થવાના છે જેથી જુના જંત્રી દરથી જમીન મકાનના દસ્તાવેજ કરવા માટે લોકો આવી રહ્યા હકે ત્યારે દસ્તાવેજ નોંધણીના સમયમાં વધારો કરવામાં આવે તેના માટે રજુઆત કરવામાં આવી હતી જેથી કરીને સવારે ૯થી ૧૦.૩૦ સુધી સ્લોટ વધારી આપવામાં આવેલ છે. જો કે, દસ્તાવેજ માટે લોકોનો વધુ ધસારો હોવાથી તા ૧૬ માર્ચથી ૧ એપ્રિલ સુધી ટોકન બુક થઈ ગયા છે આવી જ રીતે તા ૧૫ એપ્રિલ સુધી તમામ સ્લોટ બુક થઈ જશે તો ઘણા લોકો જુના જંત્રી દરથી જમીન અને મકાનના દસ્તાવેજની નોંધણી કરાવી શકશે નહીં જેથી કરીને દસ્તાવેજના સમયમાં વધારો કરવામાં આવે અને દરેક સ્લોટમાં પાંચ મિનિટનો સમય ઘટાડવામાં આવે તો લોકોનું કામ ઝડપથી થઈ શકે તેમ છે






Latest News