ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામ પાસે બોલેરો નાલામાં ઉતરી જતા પાણીમાં ડૂબી જતા ડ્રાઇવરનું મોત


SHARE











મોરબીના આમરણ ગામ પાસે બોલેરો નાલામાં ઉતરી જતા પાણીમાં ડૂબી જતા ડ્રાઇવરનું મોત

મોરબીના આમરણ ગામ પાસે ગઈકાલે સાંજે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બોલેરો પીકઅપ લઈને જતા ડ્રાઇવરએ સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બોલેરો પીકઅપ રોડ સાઈડના નાળામાં પલ્ટી મારીને પડી જતા પાણી ભરેલા નાળામાં ડૂબી જવાથી બોલેરો પીકઅપના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું અને હાલ બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા મૃતક સામે તાલુકા પોલીસમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવી પોતાનું મોત નીપજાવવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મૃતક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના આમરણ ગામે આવેલ સુરભી ગૌશાળા નજીક રહેતો બાદનસીંગ કડિયાભાઈ ભુરીયા જાતે આદિવાસી નામનો યુવાન ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેના હવાલા વાળી બોલેરો પીકઅપ નંબર જીજે ૧૦ એયુ ૮૯૪૭ લઈને મોરબી જામનગર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે આમરણ ગામ તરફ જવાના રસ્તે પેટ્રોલ પંપ નજીક તેણે બોલેરોના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બોલેરો પીકઅપ કાર પલ્ટી મારીને રોડની સાઇડમાં આવેલા નાલામા ખાબકી હતી અને બાજુના નાલામાં પાણી ભરેલું હોય તેમાં ડૂબી જવાથી બોલેરો પીકઅપના ચાલક બાદનસીંગ કીડિયાભાઈ ભુરીયાનું મોત નીપજયુ હતું હાલ ઉપરોક્ત અકસ્માત મોતના બનાવ સંદર્ભે મૃતકના ભાઈ જમનભાઈ કડિયાભાઈ ભુરીયા જાતે આદિવાસી (૩૮) રહે.ભાયાવદર જી.રાજકોટ વાળાએ મૃતક બાદનસીંગ કડીયાભાઈ ભુરીયા સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં બેદરકારીપૂર્વક બોલેરો કાર હંકારીને પોતાનું મોત નિપજાવવા સબબ ફરિયાદ નોંધાવતા તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

મજૂર યુવાન સારવારમાં

મૂળ મધ્યપ્રદેશના થાંદલના વતની અને હાલ મોરબીના વેલચર નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા યુવાનને કામ દરમિયાન ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.રાજકોટ હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે, મૂળ મધ્યપ્રદેશના રહેવાસી વસ્તાભાઈ ડામોર નામના ૧૯ વર્ષના યુવાનને મોરબીના વેલચર નામના યુનિટમાં કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં આવી જવાથી ઇજાઓ પહોંચતા રાજકોટની સિનર્જી હોસ્પિટલે ખસેડાયો હતો.વસ્તાભાઈને હાથના ભાગે અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.હાલ રાજકોટ ખાતેથી યાદી આવતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News