ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ


SHARE









વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર વાહનમાં પેસેન્જર ભરવા બાબતે પેસેન્જર વાહન ચલાવતા બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગાળા ગાળી થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ભરવાડ યુવાનને હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તો સામા પક્ષે આધેડને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા બાબુભાઈ મોનાભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૨) હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફેઝલ હુસેનભાઇ પીપરવાડિયા રહે. બંને વાંકાનેર જીનપરા શેરી નં-૧૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને આરોપીને પેસેન્જર વાહનનો ધંધો હોવાથી પેસેન્જર ભરવા બાબતે વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર બોલાચાલી થઈ હતી અને ત્યારે આરોપીઓએ તેને ભૂંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હુસેનભાઇ પીપરવાડીયાએ છરી વડે તેને ડાબા હાથના પંજામાં ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા બાબુભાઈ સરૈયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામા પક્ષેથી હુસેનભાઇ મહમદભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (૫૦) એ બાબુભાઈ ભરવાડ, કરણભાઈ પ્રજાપતિ અને ૩ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પેસેન્જર ભરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીઓએ ભૂલા બોલી ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો અને બાબુભાઈ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે છાતીમાં ઇજા કરી હતી તો કરણભાઈ પ્રજાપતિ અને અન્ય ત્રણ માણસોએ ત્યાં આવીને તેને ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી હુસેનભાઇ પીપરવાડીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News