હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી


SHARE











વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલ શાહબાવાની દરગાહમાં મૂકવામાં આવેલ નાની મોટી સાઈઝના આઠ પંખાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ ધાર્મિક જગ્યાના ટ્રસ્ટી દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ૭૦૦૦ રૂપિયાની કિંમતના આઠ પંખાની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહના ચેરમેન વાંકાનેરના મામલતદાર છે અને અન્ય ટ્રસ્ટીઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે દરમિયાન શાહબાવાની દરગાહમાં મૂકવામાં આવેલા નાની મોટી સાઈઝના આઠ જેટલા પંખાઓની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૭૦૦૦ રૂપિયાની કિંમતના આઠ પંખાની ચોરી થઈ હતી અને આ ચોરી કરેલા પંખાને વાંકાનેરમાં જીનપરા જકાતનાકા રેલવે પુલ નીચેની બાજુ આવેલ ભંગારના ડેલા પાસે એક શખ્સ વેચવા માટે આવ્યો હતી અને ત્યાં વેચી ગયેલ હોય જે અંગેની ટ્રસ્ટીઓને જાણ થતા ટ્રસ્ટીઓ ત્યાં ભંગારના ડેલે પહોંચ્યા હતા અને ત્યાં દરગાહમાંથી ચોરી કરવામાં આવેલ પંખો મળી આવ્યો હતો જેથી ભંગારના ડેલે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા આ પંખાને ભંગારના ડેલે આપવા સરફરાજ હુસેન ફકીર રહે. વાંકાનેર મીનારાશેરી વાળો આવ્યો હોવાનું જોવા મળ્યું હતું જેથી હાલમાં વાંકાનેરમાં લક્ષ્મીપરા આરડીસી બેંકની પાછળના ભાગમાં રહેતા મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ જાતે ઘાંચી (૭૫) દ્વારા તેની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે સરફરાજ ફકીર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે અને મુદ્દામાલને રિકવર કરવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News