મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કબીર આશ્રમ પાસે યોજાનાર મોરારી બાપુની કથા સંદર્ભે બેઠેક યોજાઇ


SHARE







મોરબીમાં ઝૂલતા પુલ ઘટનાના દિવંગતોના મોક્ષર્થે કબીર આશ્રમ પાસે યોજાનાર મોરારી બાપુની કથા સંદર્ભે બેઠેક યોજાઇ

મોરબીના વાવડી ગામ પાસે આગામી તા ૩૦ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર સુધી મોરારી બાપુની કથા યોજાવાની છે જેના માટે તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા બેઠક તલગાજરડા ખાતે મોરારી બાપુની હાજરીમાં યોજાઇ હતી અને ત્યારે કબીરધામ મોરબીના મહામંડલેશ્વર ૧૦૦૮ શિવરામ બાપુ, કથાના મુખ્ય યજમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુડાંરીયા, વિનુભાઈ રૂપાલા, ગણેશભાઈ ડાભી તથા વિજયભાઈ લોખીલ ઉપસ્થિત રહેલ હતા

ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ મોરબીમાં ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના બની હતી આ દુર્ઘટના અનુસંધાને શ્રધ્ધાંજલિ સ્વરૂપે પૂજ્ય મોરારી બાપુ દ્વારા મોરબીને કથા આપવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી અને બાપુ દ્વારા કથા અંગેની જાહેરાત થતા જ સાંસદ મોહનભાઈ કુડારીયા દ્વારા આ કથા ભવ્યાતિભવ્ય થાય અને ગરીમાપૂર્ણ રીતે થાય, એ હેતુથી કબીરધામ મોરબીના મહામંડલેશ્વર શિવરામ બાપુના માર્ગ દર્શન હેઠળ વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે અને સમગ્ર કથાના આયોજનની ઝીંણવટ ભરેલી નોંધ સાથે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવેલ છે જેમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાની સાથે ટંકારા પડઘરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સહકારી ક્ષેત્રના મગનભાઈ વડાવિયા, ઉદ્યોગપતિ અને બિલ્ડર વિનુભાઈ રૂપાલા તથા ગણેશભાઈ ડાભી, અરવિંદભાઈ વાંસદડીયા, જયંતિભાઈ પડસુંબીયા તથા વિવિધ સમાજના અન્ય આગેવાનોના સહિયારા સામુહિક પ્રયાસો દ્વારા કરવા નિર્ધાર કરવામાં આવેલ છે અને તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે

જેમાં મોરારી બાપુ દ્વારા વિશેષ સુચારુ તૈયારીઓ માટે આયોજકોનો માર્ગ પ્રશસ્ત કરવા માટે અમુક પ્રકારનું માર્ગદર્શન બાપુએ આપેલ છે જેમાં બાપુએ કહ્યું કે "આઝાદી કા અમૃત મહોત્સવ" જ્યારે ભારત વર્ષમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે પણ આ અમૃત મહોત્સવ અંગે કાર્યક્રમ કરીશું. અને આ અમૃત મહોત્સવને આપણી કથાની અંદર આવરી લેવામાં આવશે. જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે "શ્રદ્ધાંજલિ" મુખ્ય વિષય તો રહેશે જ. અને આ શ્રદ્ધાંજલિ કથામાં મૃતકોના મોક્ષાર્થે વિશેષ પ્રકારે "પાંચ પ્રકારના મહા યજ્ઞો" સમગ્ર કથા દરમિયાન નવ દિવસ સુધી અવિરત ચાલુ રહેશે.

જેમા ગાયોને દરરોજ નીરણ નાખવામાં આવશે. અને સારી રીતે આ યજ્ઞ અવિરત ચાલતો રહે માટે સ્વયંસેવકોને આ અંગેની જવાબદારીઓ સોંપવામાં આવશે. તદુપરાંત કથા દરમિયાન કીડીને કીડીયાળુ, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા અને માણસોને ભોજન વગેરે સહીતના અખંડ યજ્ઞો, આ કથા દરમિયાન નવ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. અને નવ દિવસ સુધી ભોજન પ્રસાદ વ્યવસ્થા કથા સ્થળે કરવામાં આવશે. ગુજરાતની તમામ દેહણ જગ્યાના સંતો આ નવ દિવસ કથામાં ઉપસ્થિત રહેશે આ કથાનું સ્થળ કબીરધામ, વાવડી રોડ, મોરબી રહેશે. મહામંડલેશ્વર શિવરામદાસજીની પ્રેરક અને આશીર્વાદક નિશ્રામાં આ ભવ્ય આયોજન થશે. જેના મુખ્ય યજમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ક્ષેત્રના સાંસદ આદરણીય મોહનભાઈ કુંડારીયા તથા અન્ય લબ્ધપ્રતિષ્ઠ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોક્ટરો, વકીલો એન્જિનિયરો તેમજ તમામ સમાજના અગ્રણીઓ આ કથામાં ખબે ખંભો મેળવીને આયોજન સફળ કરશે.






Latest News