મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: દારૂની ૧૪ બોટલ કબજે, ત્રણ શખ્સની ધરપકડ


SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: દારૂની ૧૪ બોટલ કબજે, ત્રણ શખ્સની ધરપકડ

મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી દારૂની ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસે કુલ મળીને દારૂની ૧૪ બોટલો કબજે કરી છે અને હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને એક શખ્સને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે

મોરબીના માધાપર શેરી નં-૨૨ માં આવેલ રામજી મંદિર વાળી શેરીમાં રહેતા સાહિલ ઉર્ફે સ્મિતના રહેણાંક મકાનની અંદર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૧૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સાહિલ ઉર્ફે સ્મિત હિતેશભાઈ વિઠલાપરા જાતે વાણંદ (૨૩) રહે. માધાપર શેરી નં-૨૨ રામજી મંદિર વાળી શેરી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અંકિત અરુણભાઈ રાઠોડ જાતે મોચી રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તજવીજ કરવામાં આવી છે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયા પાર્ટીની પાસે આવેલ સદગુરુ ફ્લોર મિલ નામની ઘંટીએ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની ત્રણ બોટલ મળી આવી હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મોતીભાઈ શીવાભાઈ પરમાર જાતે દલવાડી (૫૩) રહે. રવાપર રોડ નવજીવન સ્કૂલની પાછળ બુટાની વાડી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબીના બેલા રંગપર રોડ ઉપર આવેલ સત્યમ વેબ બ્રિજ પાસે કાચા રસ્તા ઉપરથી બાઇક નં જીજે ૩૬ ડી ૦૬૪૭ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હોય પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂ તથા ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ ફૂલ મળીને ૧૬૮૭૫ ની કિંમતના મુદ્દા માલ સાથે પ્રવીણભાઈ લખમણભાઇ સાલાણી જાતે કોળી (૩૦) રહે. શિવ પાર્ક સોસાયટી પીપળી મૂળ રહે. ભીમાસર ખીજડીયા માટે તાલુકો રાપર વાળાની ધરપકડ કરેલ છે જોકે હાલમાં પકડાયેલા આ ત્રણેય શખ્સો પાસેથી જે દારૂનો જથ્થો મળી આવ્યો છે તે આ શખ્સો કોની પાસેથી દારૂ લઈને આવ્યા હતા તે આગામી સમયમાં પોલીસ દ્વારા બહાર લાવવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે






Latest News