મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

તને કોની હવા છે કહીને વાંકાનેરના જીનપરામાં યુવાન અને તેના પરિવારને પાડોશમાં રહેતા પિતા પુત્રએ માર માર્યો


SHARE







તને કોની હવા છે કહીને વાંકાનેરના જીનપરામાં યુવાન અને તેના પરિવારને પાડોશમાં રહેતા પિતા પુત્રએ માર માર્યો

વાંકાનેરના જીલપરામાં આવેલ રસિકપરા શેરી નં-8 માં રહેતો યુવાન પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હતો ત્યારે ત્યાં પાડોશમાં રહેતા શખ્સ તેની પાસે આવ્યો હતો અને તને કોની હવા છે તેમ કહીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડી વડે તેને માર માર્યો હતો અને ત્યારબાદ તે શખ્સના દીકરાએ ત્યાં આવીને ગાળો આપીને લોખંડના પાઇપ વડે તે યુવાન alam તેના પરિવારના સભ્યોને માર માર્યો હતો જેમા તેની માતા, પત્ની અને પિતાને ઇજા થઇ હતી જેથી યુવાનને સારવાર લીધા બાદ હાલમાં પાડોશમાં રહેતા પિતા પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જિનપરા વિસ્તારમાં આવેલ રસિકપરા શેરી નં-8 માં રહેતો ચિરાગભાઈ રમેશભાઈ હેરમા જાતે કારડીયા રાજપુત (39) પોતાના ઘર પાસે સ્કુટી લઈને ઉભો હતો ત્યારે ત્યાં પાડોશમાં રહેતા ભરતસિંહ બાબુભાઈ ઝાલા તેનું બુલેટ નંબર જીજે 36 એબી 1110 લઈને આવેલા અને તે યુવાનની સામે જોઈને તને કોની હવા છે તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા જેથી કરીને યુવાને તેને ગાળો બોલવાની ના પાડતા ભરતસિંહ ઝાલા ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા જેથી કરીને યુવાનના ઘરમાંથી તેના પરિવારજનો આવ્યા હતા અને ત્યારબાદ બંનેને છૂટા પાડ્યા હતા જો કે ભરતસિંહ તેના ઘરમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ મારવા લાગ્યા હતા જેથી કરીને તેને હાથે ઇજાઓ થઈ હતી ત્યારબાદ તેનો દીકરો અક્ષયરાજસિંહ ભરતસિંહ ઝાલા લોખંડનો પાઇપ લઈને આવ્યો હતો અને તેણે પણ ફરિયાદી યુવાનને માર માર્યો હતો જેથી કરીને તેને છોડાવવા માટે વચ્ચે પડેલ તેના યુવાનના પિતા રમેશભાઈ માનસિંગભાઈ હેરમા, તેની માતા માલતીબેન રમેશભાઈ હેરમા અને પત્ની રાધિકાબેન ચિરાગભાઈ હેરમાને ઇજાઓ થઈ હતી અને માર મારતા સમયે ભરતસિંહ ઝાલા તથા તેના દીકરાએ તમારા પરિવારને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન અને તેના પરિવારજનો ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ તેના ભાઈજીના દીકરા ભાઈ અને કાકાને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં ભરતસિંહ ઝાલા અને તેના દીકરા અક્ષયરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News