ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE









વાંકાનેરના રાતીદેવળી પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવળીથી તીથવા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારની અંદર રહેતા ધનજીભાઈ સોમાભાઈ મેસરિયા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક લઈને ગત તા ૧૭/૧/૨૩ ના રોજ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૯૮૯૩ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ધનજીભાઈ મેસરિયાને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ધનજીભાઈ મેસરિયાના પત્ની કિરણબેન ધનજીભાઈ મેસરીયા (૨૭) રહે. તીથવા કુબા વિસ્તાર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાહેરનામા ભંગ

વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર આવેલ યશદિપ સીરામીક નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં જયેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા રહે. વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News