ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને માર મારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ


SHARE











મોરબીના યુવાનને માર મારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઘુટુ રોડ ઉપર આવેલ વિસામાની મેલડી મંદિર પાસે ઉભેલ યુવાન અને તેના મિત્રોને મારવા માટે ચાર શખ્સો લાકડીના ધોકા લઈને આવતા હતા જેથી કરીને યુવાન અને તેના મિત્રો ભાગવા ગયા હતા ત્યારે યુવાનને પગના ભાગે લાકડી મારી હતી જેથી તે પડી ગયો હતો અને ત્યારબાદ તેને માથા અને શરીરે લાકડી વડે માર માર્યો હતો અને “તું કિસાન અને તેના મિત્રો સાથે રહીશ તો તને પૂરો કરી નાખશું” તેવી ધમકી આપી હતી જેથી યુવાને બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીમાં ત્રાજપર ચોરાવાડી શેરીમાં રહેતા દીપક રમેશભાઈ સનુરા જાતે કોળી (૨૫) નામના યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉગાભાઇ જગુભાઈ અદગામા અને વિઠ્ઠલભાઈ જીવણભાઈ અદગામા તેમજ અન્ય શખ્સ આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે તે પોતાના ઘરેથી શાકભાજી લેવા માટે ત્રાજપર ખારી તરફ જતો હતો ત્યારે રસ્તામાં ત્રાજપર ચોકડીથી આગળના ભાગમાં આવેલ વિસામાની મેલડી મંદિર પાસે તેનો મિત્ર કિશન રાજેશભાઈ દુદકિયા અને તેના મિત્રો ઉભા હતા ત્યારે તે પણ ત્યાં ઉભો રહ્યો હતો દરમિયાન વિઠ્ઠલભાઈ જીવણભાઈ અદગામા અને ઉગાભાઇ જગુભાઈ અદગામા તેમજ બે અજાણ્યા શખ્સો આમ ચાર શખ્સો હાથમાં લાકડી લઈને તેઓની તરફ આવી રહ્યા હતા જેથી તેના મિત્રો ત્યાંથી ભાગવા લાગ્યા હતા અને ત્યાં બાજુમાં આવેલ અનિલ કારખાનાની દિવાલ કૂદીને તે લોકો ભાગી ગયા હતા ત્યારે ફરિયાદી યુવાન પાછળ રહી જતા તેને સાથળના ભાગે લાકડી મારી હતી અને ત્યારબાદ વિઠ્ઠલભાઈએ તેને હાથે, માથામાં તેમજ કપાળના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને અન્ય બે શખ્સોએ ત્યાં આવીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને “તું કિસાન અને તેના મિત્રો સાથે રહીશ તો તને પૂરો કરી નાખશું” તેવી ધમકી આપી હતી જેથી સારવાર લીધા બાદ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા હાલમાં પ્રવીણ ઉર્ફે ઉગાભાઇ જગુભાઈ અદગામા (૨૧), વિઠ્ઠલ જીવણભાઇ અદગામા (૨૫) અને યોગેશ જગમાલભાઈ અદગામા (૨૯) રહે. ત્રણેય ત્રાજપર તેમજ દિનેશ ઉર્ફે કિશોર અવચરભાઈ અદગામા (૩૩) રહે. પંચવટી સોસાયટી ઘૂટું રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગરમાં રહેતા સુરજ હનુભા ગઢવી (૩૦) નામના યુવાનને તેના ઘરે આવીને માર માર્યો હતો જેથી મારા મારીને બનાવવામાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

પાડોશી સાથે ઝઘડો થતાં યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા ભીમરાવનગર વિસ્તારમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે અત્રેની સિવિલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બીપીનભાઈ વાઘેલાને તેમના ઘરના પાછળના ભાગે રહેતા યુવાન દ્વારા ઈંટ ફટકારવામાં આવતા તેઓને બીજા પહોંચી હતી.જેથી સારવારમાં ખસેડાયા હતા હાલ બનાવ અંગે હોસ્પિટલ તરફથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર અને સામેવાળા બંને આગળ પાછળ રહેતા હોય અને છત ઉપર ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો ઉપરોકત બનાવ બન્યો હતો.

ફિનાઇલ પી જતા મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર પાસેના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા જયાબેન અવચરભાઈ સાલાણી નામની ૨૦ વર્ષિય મહિલા જનકલ્યાણનગર પાસે ફિનાઈલ પી ગયા હતા જેથી કરીને ગીતાબેન રાજેશભાઈ ભીમાણી દ્વારા તેઓને સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરાતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગેની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News