મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનને માર મારવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ, બેની શોધખોળ


SHARE







મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનને માર મારવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ, બેની શોધખોળ

મોરબી નજીકના ભરતનગર ગામ પાસે આવેલ હોટલની બહારના ભાગમાં યુવાન સાથે પૈસા લેવા બાબતે એક શખ્સે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને બેઝબોલના ધોકા વડે હાથમાં અને શરીરને મૂઢમાર મારીને ઇજા કરી હતી અને ગાળો આપી હતી જેથી યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની ધરપકડ કરેલ છે બે આરોપીને પકડવા માટે શોધખોળ ચાલુ છે

 મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યશપાલભાઈ માવજીભાઈ કાનગડ જાતે આહિર (૩૦) નામના યુવાને માળિયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા કિશનભાઇ જસાભાઈ કાનગડ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,  ભરતનગર ગામની સીમમાં કૃષ્ણ લીલા હોટલની બહારના ભાગમાં નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વિફ્ટ કારમાં આરોપી કિશનભાઇ કાનગડ સહિતના ચાર શખ્સો આવ્યા હતા અને પૈસા લેવા બાબતે ફરિયાદી યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને યુવાનને ગાળો આપી હતી તેમજ બેઝબોલના ધોકા વડે તેના હાથના કાંડા ઉપર અને શરીરે મૂઢમાર મારીને ઈજા કરી હતી અને અન્ય આરોપીઓએ પણ ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ કિશનભાઇ કાનગડ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા દ્વારા મુખ્ય સૂત્રધાર આરોપી કિશનભાઇ જસાભાઈ કાનગડ જાતે આહીર (૩૦) રહે. આંબાવાડી મેઇન કેનાલ પાસે ઉમિયા સર્ક્લ નજીક મોરબી અને હિતેશ ધર્મેન્દ્રભાઈ વસવેલીયા જાતે પ્રજાપતિ (૨૭) રહે. વાવડી ચોકડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને હજુ બે આરોપીને પકડવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલુ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળ સામેથી ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં રહેતો પિયુષ લલિતભાઈ મજેઠીયા (૧૫) બાઈકમાં જતો હતો ત્યારે રસ્તા ઉપર તેના બાઇક આડે ભેંસ ઉતરતા ભેંસ સાથે બાઇક અથડાયું હતું જેથી પિયુષ લલિતભાઈ મજેઠીયા નામના બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી હતી

માર માર્યો
મોરબીના વજેપર વિસ્તારની અંદર રહેતા વિક્રમ બાબુભાઈ સારવાલિયા (૫૦) નામના આધેડને  ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં મૂઢ ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News