મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર ગામ પાસેથી ટ્રકની પાછળ બાઇક અથડાતાં જામનગરના વૃદ્ધનું મોત


SHARE







માળીયા (મી)ના હરીપર ગામ પાસેથી ટ્રકની પાછળ બાઇક અથડાતાં જામનગરના વૃદ્ધનું મોત

માળીયા મીયાણા નજીક આવેલ હરીપર ગામ પાસેથી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક ચાલક વૃદ્ધે તેનું બાઈક ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધને ગંભીર ઈજા થઈ હોવાથી તેનો મોત નીપજ્યું હતું હાલમાં ટ્રક ચાલકની ફરિયાદ લઈને મૃતક વૃદ્ધની સામે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના મખના કોડકી ગામના રહેવાસી રામાભાઇ સવજીભાઈ સાંભળ જાતે રબારી (૩૫) એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જામનગરના રહેવાસી સત્તારભાઈ કાળાભાઈ પીલુળીયા (૬૦) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા મીયાણા નજીક આવેલ હરિપર ગામ પાસેથી તે પોતાનો ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૯૮૩૩ લઈને જતા હતા ત્યારે સત્તારભાઈ કાળાભાઈ પીલુળીયા પોતાનું બાઈક નં જીજે ૧૦ સીજી ૪૬૬૦ લઈને આવી રહ્યા હતા અને તેને પોતાનું બાઈક ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી ટ્રકમાં લગાવવામાં આવેલ સેફ્ટી ગાર્ડમાં બાઇક અથડાવ્યું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં સત્તારભાઈ કાળાભાઈ પીલુળીયાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં ટ્રક ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક વૃદ્ધની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News