મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રકનો ઓવરટેક કરવા જતાં બાઇક સ્લીપ થવાથી ઇજા પામેલા જામનગરના યુવાનનું મોત


SHARE







માળીયા (મી) નજીક ટ્રકનો ઓવરટેક કરવા જતાં બાઇક સ્લીપ થવાથી ઇજા પામેલા જામનગરના યુવાનનું મોત

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ સુરજબારી પુલ પાસે ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે બાઇક ચાલકે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક સ્લીપ થતાં રસ્તા ઉપર પટકાયેલા યુવાનને મોઢા, માથા અને શરીરને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને માળિયા તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે જામનગરમાં આવેલ ધરા નગર બ્લોક નં-૧ માં રહેતા કાસમભાઇ ઉર્ફે અલ્તાફભાઈ ઈબ્રાહીમ દલ (૨૨) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સુરજબારી પુલ પાસે ચેકપોસ્ટ નજીકથી પોતાનું બાઈક નંબર જીજે ૧૦ સીઆર ૭૬૬૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની સાઈડ કાપવા જતા તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે યુવાન રસ્તા ઉપર પટકાતા થઈને માથામાં હેમરેજ અને મોઢા અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈ સાબીરભાઈ ઈબ્રાહીમભાઇ (૨૧) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News