મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં ન્યુ બ્રાન્ડ કારમાં કાટ લાગતા ગ્રાહકે કરેલ કેસમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીના વ્યક્તિએ લીધેલ ઇનોવા કારમાં કાટ લાગી ગયો હતો જેથી કંપની પાસેથી કલર કામ કરવાનો ખર્ચ માંગ્યો હતો જો કે, કંપનીએ આપ્યો ન હતો જેથી ગ્રાહક તક્કર કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ગ્રાહકે કરેલા ખર્ચની રકમ વ્યાજ સાથે આપવાનો કોર્ટે આદેશ કરેલ છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રહીશ રમેશભાઇ નાનજીભાઇ પટેલે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. પાસેથી ઇનોવા કાર ખરીદી કરેલ અને તે કારમાં ત્રણ મહીનામાં કાટ ખાવા લાગેલ હતો જેથી ગ્રાહકે જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. રાજકોટ, ભાવનગર અને જુનાગઢ ત્રણે બ્રાંચનો સંપર્ક કરેલ પરંતુ ગ્રાહકને કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો જેથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરેલ અને ૧,૩૪,૭૩૮ અને કલર ખર્ચ થયેલ તેવી માંગણી કરેલ હતી પરંતુ જય ગણેશ ઓટો કો.પો. પ્રા.લી. તરફ થી એવી દલીલ કરીકે નબળી ગુણવતા વાળા કેમીકલથી સાફ કરેલ તેથી કલરમાં કાટ લાગે છે જે પાર્ટસમાં કાટ લાગેલ તે કંપનીની ખામી નથી માટે રકમ મળે નહી જો કે, કોર્ટે જણાવેલ કે, ત્રણ મહીનામાં ગાડીના પાર્ટસને તથા કલરને કાટ લાગે તે કંપનીની ખામી ગણાય છે માટે ગ્રાહક રમેશભાઇએ જે ખર્ચ કરેલ છે ૧,૩૪,૭૩૮ તે રૂપિયા કેઇસ દાખલ કરેલ ત્યારથી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા અને ગ્રાહકને માનસીક ત્રાસનાં પાંચ હજાર અને પાંચ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે






Latest News