મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા રવિવારે નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબી રોટરી ક્લબ દ્વારા રવિવારે નિદાન કેમ્પનું આયોજન

આજની તારીખે સમગ્ર વિશ્વએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે. ત્યારે આગામી રવિવારે તા ૫ ના રોજ રોટરી કલબ મોરબી તથા રોટરી રીલીફ ટ્રસ્ટ મોરબી દ્વારા રવિવારે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવલે સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે અને તેમાં અમેરલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા દર્દીઓના જટીલ રોગોનું નાડી પરીક્ષણ કરીને નિદાન કરવામાં આવશે અને માર્ગદર્શન આપીને ઇલાજ કરવામાં આવશે આ કેમ્પમાં દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે આ અંગે રોટરી કલબ મોરબીના પ્રમુખ અશોકભાઈ મહેતા અને મંત્રી રષેશભાઈ મહેતાએ જણાવ્યુ છે કે, જુના અને હઠીલા રોગની સારવાર માટે દર્દીએ કેમ્પનો લાભ લેવાની જરૂર છે ખાસ કરીને હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વા ની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રીરોગ, ડાયાબીટીસ જેવા રોગની સારવાર કોઇપણ જગ્યાએ લીધેલ હોય અને ફર્ક ન પડયો હોય તેઓએ આ કેમ્પની અચુક મુલાકાત લેવાણી જરૂર છે અને આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ કેસ અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬), રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તથા (૬૩૫૬૩ ૫૧૧૧૫) નો સંપર્ક કરવાનો રહેશે






Latest News