મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક પ્લાઝા-શક્તિ ચેમ્બરની ૭૦ જેટલી દુકાનોમાં ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સિરામિક પ્લાઝા-શક્તિ ચેમ્બરની ૭૦ જેટલી દુકાનોમાં ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં કુલ મળીને ૭૦ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓએ જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને આ ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક પ્લાઝા કોમ્પલેક્ષમાં થોડા દિવસો પહેલા એકીસાથે ૫૦ જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા ત્યાર બાદ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં જુદા જુદા વેપારીઓની દુકાનોને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લગભગ ૨૦ કરતાં વધુ દુકાનોના તાળા એક જ રાતમાં તોડવામાં આવ્યા છે આમ એક જ વિસ્તારમાં થોડા દિવસોના અંતરે ૭૦ જેટલી દુકાનોના તાળાં તૂટ્યા હતા જેથી કરીને વેપારીઓ દ્વારા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝનના પીઆઇ પી.કે. દેકાવાડિયા અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે

મોરબી બી ડિવિઝન પોલીસે બંને શોપિંગ સેન્ટરોમાં કુલ મળીને ૭૦ જેટલી દુકાનોના તાળા તોડનાર અમિત ઉર્ફે અનુશેરસિંહ નન્હેલાલ રાવત જાતે આદિવાસી (૨૦) રહે. ખીરીયા થાના નારીયાવલી તાલુકો જીલ્લો સાગર મધ્યપ્રદેશ હાલ રહે. મોરબી વાળાની ગત મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ધરપકડ કરી હતી.અને પકડાયેલ અમિત ઉર્ફે અનુશેરસિંહ રાવત જાતે આદિવાસીએ આ બે શોપિંગ સેન્ટરોમાં જ ચોરી કરી છે કે અન્ય કોઈપણ જગ્યાએ પણ હાથ અજમાવેલ છે કે કેમ તેમજ તેણે એકલાએ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો કે તેની સાથે અન્ય કોઈપણ સંડાવાયેલ છે એ દિશામાં સીટી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News