મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનીજ વિભાગે રાપર ગામ પાસેથી નદીમાંથી રેતી કાઢવાનું ૧૫ લાખનું મશીન જપ્ત કર્યું


SHARE









મોરબી ખાણ ખનીજ વિભાગે રાપર ગામ પાસેથી નદીમાંથી રેતી કાઢવાનું ૧૫ લાખનું મશીન જપ્ત કર્યું

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના રાપર ગામે ઘોડાદ્રો નદી પાસેથી રૂા.૧૫ લાખની કિંમતનું નદીમાંથી રેતી કાઢવાનું મશીન જપ્ત કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આગલા દિવસે અનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં બે વાહનો વિરુદ્ધ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા તથા સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાદ્રો નદી પાસેથી બપોરના એકાદ વાગ્યાના અરસામાં વિપુલ શાંતિલાલ નિમાવત રહે. સિટી પેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળાની પાસેથી રૂા.૧૫ લાખની કિંમતનું એસ્કેવેટર મશીન જપ્ત કર્યું હતું અને હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નદીમાંથી રેતી કાઢવા માટે આ મશીન ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને તેની હાલ જપ્તી કરવામાં આવી છે અને દંડ વસૂલવા માટે તેને હાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મોરબી તાલુકા પોલીસ હવાલે કર્યુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે તે ઉપરાંત આગલા દિવસે મોરબી ખાણ ખનીજ વિભાગના આર.કે.કણસાગરા દ્વારા ખનીજ પરિવહન કરતાં બે વાહનોને દંડ વસુલવાની કાર્યવાહી કરવા માટે જપ્ત કરી પોલીસ હવાલે કરાયા હતા જેમાં વાહન નંબર જીજે ૧૨ બીવી ૪૧૦૫ ના ડ્રાઇવર રાયબજી ખેંગારજી સમા રહે.નંદાસર રાપર (કચ્છ) તેમજ જીજે ૧૩ એડબલ્યુ ૫૮૧૪ ના ડ્રાઇવર કમલસિંહ નીનામા રહે.પીપળીયાળી જાંબુવા મધ્યપ્રદેશને દંડ વસૂલવા માટે મેમો ફટકારવામાં આવ્યો હતો અને તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર રોડ પર આવતા પાવળીયારી કેનાલ પાસે કોઈ કારણસર નરેશ અશોકભાઈ રાઠોડ (ઉંમર ૨૧) રહે.વજેપર વાંકાનેર વાળો ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને સિવિલ હોસ્પિટલ એ સારવાર માટે થશે આયો હતો જ્યારે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સીરામીક યુનિટમાં મારામારીના બનાવમાં ઈજા થતાં પરપ્રાંતી યુવાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ કોમેટ વિટ્રીફાઈડ નામના યુનિટની અંદર જમવા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતાં નીરજ અવ્ધાની કુંભાર (ઉંમર ૨૬) નામના પરપ્રાંતિય મજુરને ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી દવાખાને સારવાર માટે ખસેડાયો હતો તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કોમેટ વિટ્રીફાઈડ નામના યુનિટની અંદર મારામારીનો બનાવ બન્યો હતો.જમવા બાબતે માથાકૂટ થઈ હતી તે બાબતના મારામારીના બનાવમાં નીરજ અવધાની કુંભાર નામના ૨૬ વર્ષના મજૂરને ઇજા પહોંચતા તેને દવાખાને સારવારમાં ખસેડાવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News