મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનના પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પત્નીને પતિએ માર માર્યો, પોલિસ તપાસ શરૂ


SHARE







મોરબીમાં બહેનના પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પત્નીને પતિએ માર માર્યો, પોલિસ તપાસ શરૂ

મોરબી જિલ્લાના નાના દહીસરા ગામેથી બહેનના ઘરે પ્રસંગમાં આવેલ મહિલાને તેના પતિએ પીપળીયા ચાર રસ્તા પાસે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

                                               
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં માવતરના ઘરે આવેલ પરિણીતા સબાનાબેન આરીફભાઈ સુમરા (૨૩) ને મારા માર્યો હતો જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં ભોગ બનેલ મહિલા સબાનાબેન આરીફભાઈ સુમરા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, તેની બહેનના ઘરે પ્રાસંગ હતો જેમાં આવવા માટે તેના સસરાએ છૂટ આપી હતી જેથી કરીને તે આવ્યા હતા જે તેના પતિને સારું નહીં લગતા તેને ઢીકાપાટુનો મોઢા, કાન અને માથામાં માર માર્યો હતો જેથી હાલમાં ભોગ બનેલ મહિલાની ફરિયાદ લેવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના માનસર ગામે રહેતો સુરેશ પ્રભુભાઈ સુરેલા (૨૭) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના સમયે કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એલ. ઝાલા ચલાવી રહ્યા મળ્યું છે અને ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા નયનાબેન લાલજીભાઈ સંઘાણી (૪૧) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા કરી રહ્યા છે.






Latest News