મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કાર સાથે ડમ્પર અથડાવિને ત્રણને ઇજા કરનાર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના નીચી માંડલ પાસે કાર સાથે ડમ્પર અથડાવિને ત્રણને ઇજા કરનાર સામે ગુનો નોંધાયો

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ ગોળાઈમાં કારની સાથે સામેથી આવતા ડમ્પરના ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી કારમાં બેઠેલ યુવાન સહીત ત્રણ વ્યક્તિઓને ઈજા થઇ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં ઇજા પામેલા યુવાનના પિતાએ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે ગોળાઈમાંથી કારચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ ડમ્પર સાથે તેની કાર અથડાઈ હતી જેથી કરીને કાર ચલાવી રહેલ સુમિતભાઈ હિતેશભાઈ અઘારા (૨૩) રહે. લોટસ સોસાયટી ૧૫૮ બ્લોક ફ્લેટ નં-૭૦૧ અને કારમાં બેઠેલ દીપ નિલેશભાઈ અઘારા (૧૫) રહે. નીચી માંડલ નવા પ્લોટ વિસ્તાર લક્ષ્મીનારાયણ મંદિર પાસે તેમજ ધ્રુવીન વિનોદભાઈ અઘારા (૧૩) રહે. પટેલ સમાજ વાડી પાસે નીચી માંડલ વાળાને ઇજાઓ થઈ હતી જેથી તે ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાનના પિતા હિતેષભાઇ રામજીભાઇ અઘારા જાતે પટેલ (૪૪)એ ડમ્પર નંબર જીજે ૩ બીડબલ્યુ ૯૨૧૪ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે અકસ્માત સર્જીને નાશી ગયેલા ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News