મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાનને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે રૂપિયા આપીને હવે પઠાણી ઉઘરાણી !


SHARE







મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાનને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે રૂપિયા આપીને હવે પઠાણી ઉઘરાણી !

મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનું કામ કરતા યુવાને ૪૦ ટકા જેટલા ઉંચા વ્યાજે ધંધા માટે રૂપિયા લીધા હતા અને તેની સામે તેણે મૂડી અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી એચડીએફસી બેન્કના ચાર કોરા ચેક બળજબરી પૂર્વક વ્યાજખોર દ્વારા લઈ લેવામાં આવ્યા હતા અને તેમાંથી એક ચેક બેંકમાં વટાવીને ચેક રિટર્ન થતા નેગોસિબલ એક્ટ મુજબ કેસ કરીને ફરિયાદી પાસેથી વધુ રૂપિયા પડાવવા તેના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા બે શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દેવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં- ૫૦૪ માં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતા કેતનભાઇ મગનભાઈ પટેલ (૩૬) નામના યુવાને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માધવભાઈ જીવણભાઈ જીલરીયા તથા જયદીપભાઇ પઢિયાર રહે બંને સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેની હેમરત્ન ચેમ્બરમાં કેતન કોટન કંપની નામની દુકાન આવેલ છે અને તે રોમટિરિયલ્સ તેમજ ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરે છે તેને રૂપિયાનું જરૂર હોવાથી જયદીપભાઇ પઢીયાર મારફતે તેણે માધવભાઈ જીલરીયા પાસેથી સમયાંતરે બે વખત વ્યાજે રૂપિયા લીધા હતા જેમાં ચાર લાખ રૂપિયા ૮ ટકા વ્યાજ લેખે અને પાંચ લાખ રૂપિયા માસિક ૪૦ ટકા વ્યાજ લેખે લીધા હતા જેની સામે ફરિયાદી યુવાને ૬.૫૨ લાખ વ્યાજના તથા મૂડીના ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૯,૫૨,૦૦૦ ચૂકવી દીધા છે તેમ છતાં પણ માધવભાઈ જીલરીયાએ તેની પાસેથી એચડીએફસી બેન્કના ચાર કોરા ચેકમાં સહી કરાવી હતી અને તે પૈકીના એક ચેકને બેંકમાં વટાવીને ચેક રિટર્ન કરી નેગોશિયેબલ એક્ટ મુજબ તેની સામે કેસ કરી ફરિયાદી પાસેથી વધુ પૈસા આપવા માટે થઈને પઠાણી ઉઘરાવી કરવામાં આવી રહી છે અને તેના ટાંટિયા ભાંગી નાખવા માટેની ધમકી દેવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસની આગળની તપાસ પીએસઆઇ એસ.આઇ. પટેલ ચલાવી રહ્યા છે






Latest News