મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં મહિકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ  યોજાયો


SHARE











વાંકાનેર તાલુકાનાં મહિકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ  યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહિકા અને આજુબાજુના ગામના ૧૧૭ જેટલ દર્દીઓએ લાભ લીધો હતો અને સર્વરોગ નિદાન કેમ્પમાં મહિલાઓને લગતી સેવા માટે ગાયનેક OPD, જનરલ OPDમાં બી.પી., ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ, લોહીની તપાસ માટે લેબોરેટરી, નિરામય કાર્યક્રમ અંતર્ગત બીપી, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું સ્ક્રીનીંગ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ PMJAY કાર્ડ કાઢવા, ગામના દરેક વ્યકિતના ABHA કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ મેસરીયા મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ ડૉ. સહિસ્તા કડીવાર, ડૉ. અજય ચાવડા, ડૉ. સુજાતા ચુડાસમા, મેલ હેલ્થ સુપરવાઈઝર મકવાણા હિરાભાઈ, એંજલબેન પ્રવાસી, ડૉ. નિલેશ ધનાણી, ઝાલા સોનલબેન, જાસિરા બાદી, ભાવેશભાઈ અટુલિયા અને વિશાલ વાઘેલાએ હાજરી આપી હતી.






Latest News