મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં ઘરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેનારા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃધ્ધે પોતાની જાતે પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ નાથાભાઈ ચાવડા (૭૦) એ પોતાના ઘરની અંદર બપોરના સમયે કોઈ કારણોસર પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી પરસોતમભાઈ ચાવડા આખા શરીરને ગંભીર રીતે દાજી ગયા હતા માટે તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરષોત્તમભાઈના દીકરાની અગાઉ હત્યા કરવામાં આવી હતી અને તેની દીકરી પણ મૃત્યુ પામી છે જેથી કરીને તેની માનસિક સ્થિતિ બરાબર ન હોય તેઓએ પોતાની જાતે કેરોસીન છાંટીને અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના કુટુંબીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગોબીયાભાઈ સનાતનસિંહ નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા અહિંની સિવિલે સારવાર માટે લવાયો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જ્યારે મોરબીના સબજેલ ચોકની સામે આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતો રાહુલ હીરાભાઈ ગજીયા નામનો ૩૩ વર્ષનો યુવાન પોતાની દુકાને જેલ ચોક ખાતેથી પોતાના ઘર તરફ બોરીચાવાસ વિસ્તારમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય વાહનની સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.






Latest News