મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદ નજીક હોટલના રૂમમાં અકળ કારણોસર ફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદ નજીક હોટલના રૂમમાં અકળ કારણોસર ફાંસો ખાઈને યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલો હોટલના રૂમ નં-૧૦૯ ની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યારબાદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વીગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં પાટડીધામ ખાતે રહેતા ઈશ્વરભાઈ છગનભાઈ વાણીયા (૬૫) એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી કે હળવદ તાલુકાના કોયબા ઢવાણા ગામના પાટીયા પાસે આવેલ વિસામો હોટલના રૂમ નં- ૧૦૯ માં તેના દીકરા ધવલભાઇ ઈશ્વરભાઈ વાણીયા (૨૨) એ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસની ટીમ હોટલે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડીને આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હળવદ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી છે

મજુર યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા એપેક્ષ સિરામિકમાં કામ દરમિયાન પહેલા માળેથી નીચે પડી જતા સંદીપ કૈલાસભાઈ ઠાકોર નામના યુવાને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News