મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના જુના ઘાંટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







માળીયા મીંયાણાના જુના ઘાંટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા વચ્ચે આવતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જેથી તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં રહેતો સંજયભાઈ રામજીભાઈ અગેચાણીયા જાતે કોળી (ઉમર 32) નામનો યુવાન જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી કરીને નર્મદાની કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાથી તેનો ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું અને તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News