મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણ્યા શખ્સની પાછળ દોડવા જતા બીજા માળેથી પડી જતા યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં અજાણ્યા શખ્સની પાછળ દોડવા જતા બીજા માળેથી પડી જતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અજાણ્યા વ્યક્તિને પકડવા જતા મકાનના બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ઉપરના લાભનગર વિસ્તારમાં રહેતો સુરેન્દ્રસિંગ જગમોહનસિંઘ ચૌહાણ નામનો ૩૩ વર્ષનો યુવાન અજાણ્યા વ્યક્તિને પકડવા જતા સમયે મકાનના બીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ પહોંચતા સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો.ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવતા હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મોડી રાત્રીના અજાણ્યો વ્યક્તિ છત ઉપર આવ્યો હોવાની શંકાએ સુરેન્દ્રસિંગ છત ઉપર ગયો હતો દરમિયાનમાં તે મકાનના બીજા માળેથી નીચે પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.

મહિલા-આધેડ સારવારમાં

મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ સિપાઇવાસ વિસ્તારની રહેવાસી શાહીનાબેન ઉર્વેઝભાઈ મીરા નામની ૪૧ વર્ષીય મહિલા પોતાના ઘરેથી પોતાના સંબંધીને ત્યાં જતી હતી ત્યારે રસ્તામાં સિપાઈવાસ નજીક આવેલા કુંધાણી નોવેલ્ટી નજીક તેનું વાહન સ્લીપ થઈ જતા ઇજાઓ પામતા શાહીનાબેનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરાતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામના વતની દિનેશભાઈ ગોરધનભાઈ પટેલ નામના ૫૫ વર્ષના આધેડને ધણાદ અને રણમલપુર વચ્ચેથી જતા હતા ત્યારે નદીના નાળા પાસે તેઓનું બાઈક અકસ્માતે પલ્ટી મારી જતા ઇજાઓ પામતા દિનેશભાઈ પટેલને પણ સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News