મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ખાતે મધ્ય ઝોન પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો


SHARE







મોરબી ખાતે મધ્ય ઝોન પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

મોરબી ખાતે મધ્ય ગુજરાત ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલીત મધ્ય ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન તા. ટંકારાના વિરપર ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું.

પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં કુલ ૭ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરબા, સર્જનાત્મક કારીગરી, કથ્થક, ઓરગન, વાંસળી, સુગમ સંગીત, ગઝલ શાયરી લેખન જેવી સ્પર્ધાઓ સમાવિષ્ટ હતી. આ સ્પર્ધાઓ ત્રણ અલગ અલગ વયજુથ જેમ કે, ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, તેમજ ૨૧ થી ૫૯ વર્ષમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જુદા જુદા દસ (૧૦) જિલ્લામાંથી આવેલ અંદાજીત ૭૫૦ થી વધુ કલાકારોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ અને દ્વિતીય ક્રમના સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.

આ કલા મહાકુંભમાં પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્તિયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.






Latest News