મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા પાસેના કારખાનામાં માટીના ઢગલામાં દબાઈ જતા સાત વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીના ઢુવા પાસેના કારખાનામાં માટીના ઢગલામાં દબાઈ જતા સાત વર્ષના બાળકનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસેના સિરામીકના કારખાનામાં માટી ખાતામાં રમી રહેલ બાળક ઉપર ટ્રકમાંથી માટી ખાલી કરતા સમયે ધૂળ પડતાં ધૂળના ઢગલામાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો અને ગુનો નોંધવા બાબતે પરિવાર દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા નજીકના સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમા માટી ખાતામાં રમી રહેલ કિશન સુનિલભાઇ ગોહિલ નામના સાત વર્ષના બાળક ઉપર માટી ખાતામાં ટ્રક ખાલી કરતા સમયે ધૂળનો ઢગલો પડ્યો હતો જેથી કરીને માટીમાં દબાઈને ગુંગણાઈ જવાથી કિશન સુનિલભાઈ ગોહિલ નામના સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને અત્રેની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.રોજાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી બનાવને પગલે મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામના રહેવાસી પરેશ ધીરજલાલ મકવાણા નામનો ૨૭ વર્ષનો યુવાન હળવદના સુંદરગઢ ગામ નજીક હતો ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન હાલતમાં ચરાડવા ખાતે પીએસસીમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જેથી કરીને પરેશ મકવાણાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામનો રહેવાસી રેવાભાઇ સામંતભાઈ બાંભવા નામનો ૪૭ વર્ષનો યુવાન પોતાના ઘરેથી બહાર જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક અન્ય પ્રાણી સાથે અથડાતા વાહન અકસ્માતના બનાવ સર્જાયો હતો જેમાં તેને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને રેવાભાઇ બાંભવા નામના યુવાનને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.રોજાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરી આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News