મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ નજીક કારખાના પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે માથાકૂટ બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના નીચી માંડલ નજીક કારખાના પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે માથાકૂટ બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ પાસે કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર નીચીમાંડલ ગામની સીમમાં આવેલ મેપ્સ સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો બીરા રાધુઆ દેહુરી (૩૯) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. કણસાગરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પતિ પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે તેવું મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ
મોરબી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય તપાસ અધિકારી એન.એસ.મેસવાણિયા દ્વારા અકસ્માત સર્જનાર જીતેન્દ્ર ભીખાભાઇ ગોધાણી જાતે પટેલ (૩૨) ધંધો ગેરેજ રહે. નેસડા (સુરજી) તા.ટંકારા જી.મોરબી વાળાની વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે માળિયા ફાટકની પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ બેચરભાઈ પરમાર નામના ૪૩ વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા તથા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.






Latest News