મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં એફએસએલ બાદ હવે સીટનું સીધું નિશાન ઓરેવા-પાલિકા


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં એફએસએલ બાદ હવે સીટનું સીધું નિશાન ઓરેવા-પાલિકા

ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જે સિટનો પ્રાથમિક રિપોર્ટ હાલમાં સામે આવ્યો ચેજેમાં પાલિકાના જનરલ બોર્ડની મંજૂરી વગર જ કરાર કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે તેમજ ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચે જે કરાર થયો છે તેના માટેના જે દસ્તાવેજી પુરાવાઓ સામે આવેલ છે તેમાં ઓરેવા કંપની અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની સહી કરવામાં આવી છે અને જે કરાર કરવામાં આવેલ છે ત્યાર પછી એક બોર્ડની બેઠક મળી હતી તેમાં જનરલ બોર્ડની સંમતિ માટે આ મુદાને જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો ન હતો

મોરબીના લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જે તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે અને તૂટી પડવાના લીધે હવે મોરબીવાસીઓ માટે કાયમી ધોરણે બંધ થઈ ગયો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આ ગમખવાર અકસ્માતની ઘટનામાં મોરબી શહેરની અંદર રહેતા તેમજ જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાંથી મહેમાન બનીને મોરબી આવેલા ૧૩૫ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી કરીને જુલતા પુલની દુર્ઘટના મોરબી સહિત ભારત અને વિદેશમાં ચર્ચાસ્પદ બની ગયેલ હતી અને સરકારે તપાસ માટે સીટની રચના પણ કરેલ છે જેના પ્રાથમિક રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે

અગાઉ એફએસએલની ટીમે જે પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો તેમાં જણાવ્યુ હતું કે, જે મુખ્ય બે કેબલ ઉપર બ્રિજ હતો તેનું ઇન્શપેક્સન કે પછી મેંટનન્સ વર્ષ ૨૦૦૮ થી લઈને પુલ તૂટી પડ્યો ત્યાં સુધીમાં કયારે પણ કરવામાં આવ્યું જ નહીં અને જે બે કેબલ ઉપર પુલ હતો તે પૈકીનાં એક કેબલના કુલ ૪૯ કેબલમાંથી ૨૨ કેબલમાં કાટ લાગી ગયો હતો અને ટેકનિકલ માણસો પાસે કામ કરાવવાના બદલે માત્ર ફેબ્રિકેશનનું કામ કરનારા એજન્સી પાસે કામ કરાવ્યુ હતું અને પહેલા વર્ષ ૨૦૦૮ માં લાકડા કાઢીના એસીપીની સીટ ફિટ કરવામાં આવી હતી તેના બદલે વર્ષ ૨૦૨૨ માં હનીકોમ શીટ ફિટ કરી હતી અને તેના ધાતુનો સી ચેનલનો સપોર્ટ ઉમેરીને ઝડપી પુલનું કામ પૂરું કરીને પુલને આઠ કે બાર મહિના સુધી રિપેરિંગ કામ માટે બંધ રાખવાનો હતો તેના બદલે છ માહિનામાં કામ વહેલી પૂરું કરીને ઘણી બેદરકારી રાખવામા આવી હતી

જો કે, હાલમાં સીટનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે તેમાં એવું જણાવ્યુ છે કે, પાલિકાના ચીફ ઓફિસરે જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી વિના ઓરેવા કંપનીને કરાર કરી આપ્યો હતો ત્યાર બાદ પાલિકામાં જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સહી કરવામાં આવી છે અને ઝૂલતા પુલનું સક્ષમ ટેકનીકલ એક્સપર્ટના માર્ગદર્શન વગર જ રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. અને જે બે વાયર ઉપર પુલ હતો તેમાંથી જે વાયર તૂટી પડ્યો છે તેના કુલ ૪૯ કેબલમાંથી ૨૨ કેબલમાં કાટ લાગી ગયો હતો આમ સીટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં ઓરેવા ગ્રૂપ અને પાલિકાની અક્ષમ્ય બેદરકારી સામે આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે






Latest News