મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં દેણું વધી જતા ઘર છોડીને જાવ છું લખેલી ચીઠી લખીને ગુમ થયેલ યુવાન પોણા બે વર્ષે ઘરે આવ્યો, વ્યાજખોરોના ત્રાસની અરજી


SHARE







મોરબીમાં દેણું વધી જતા ઘર છોડીને જાવ છું લખેલી ચીઠી લખીને ગુમ થયેલ યુવાન પોણા બે વર્ષે ઘરે આવ્યો, વ્યાજખોરોના ત્રાસની અરજી

મોરબી પંથકમાં વ્યાજખોરોના ત્રાસને લઈને કેટલાય ઘર બરબાદ થયા હોય અને કેટલાયના જીવ ગયા હોય તેવા બનાવો અગાઉ બનેલ છે.દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોની સામે મુહીમ ઉપાડવામાં આવતા છેલ્લા દિવસોમાં પોલીસ દ્વારા "ઉપર સારું દેખાડવા" માટે ધડોધડ ગુના દાખલ કરીને ફટોફટ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે સારી બાબત છે.(આટલા દિવસ સુધી કેમ નહીં..? તેવો સુર પ્રજામાંથી પણ ઉઠી રહ્યો છે.) જોકે હજુ પણ આ વ્યાજખોરોની પીડા કેટલાય ઘર બરબાદ કરી રહી હોય પોલીસ કડક હાથે પગલાં લે તેવું પ્રબુધ્ધ નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.આવો જ એક કિસ્સો મોરબીમાં પોણા બે વર્ષ પહેલાં બન્યો હતો.જેમાં કંસારા યુવાન "દેણું વધી જતા ઘર છોડીને જાઉં છું" તેની ચીઠી લખીને નીકળી ગયો હતો અને બાદમાં પોણા બે વર્ષે પોતાના ઘરે આવ્યો છે.તે દોઢ વર્ષ અમદાવાદ અને બાદમાં થોડો સમય ધાંગધ્રા ગૌશાળામાં એમ પોણા બે વર્ષ સુધી મોરબીથી બહાર રોકાયો હતો અને બાદમાં તે ઘરે આવતા હિંમત કરીને ત્રણ લોકોના નામ સાથે પોલીસમાં અરજી આપી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતા રાજેશભાઈ પરસોતમભાઈ કંસારા નામના યુવાને ગત તા.૪-૪-૨૧ ના એટલે કે પોણા બે વર્ષ પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં આવીને જાહેર કર્યુ હતુ કે તેનો નાનો ભાઈ દિપક ઉર્ફે ગટુ સગુણાદાસ કાગડા રહે.કંસારા શેરી ગ્રીનચોક મોરબી વાળો ગુમ થઈ ગયેલ છે તે તા.૨૮-૩-૨૧ ની રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે, ધંધા માટે જુદાજુદા લોકો પાસેથી પૈસા લીધા હોય અને તે પૈસા પરત આપી શકે તેમ ન હોય અને ઉઘરાણી વાળાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તે તા.૨૮-૩-૨૧ ના રોજ "દેણું વધી જતા ઘર છોડીને જાવ છું" તેની ચીઠી લખીને પોતાનો મોબાઈલ અને સહિતની વસ્તુઓ ઘરે મૂકીને ઘરમાંથી નીકળી ગયો હતો અને બાદમાં દિપક કાગડા મોરબી પરત આવ્યો હતો અને મોરબી આવીને તેણે એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી એમ.એમ.દેગામડીયા સમક્ષ વર્ણવ્યું હતું કે, પોતે દોઢ વર્ષ માટે અમદાવાદ રહ્યો હતો અને બાદમાં છેલ્લા ચારેક મહિનાથી ધાંગધ્રા પાસે આવેલ કોઈ ગૌશાળામાં રહીને મજૂરી કામ કરતો હતો અને વધુમાં તેણે પોલીસને આપેલ કેફીયત મુજબ પોતે ધંધાના કામ માટે તે સમયે ત્રણ લોકો પાસેથી પૈસા લીધા હોય અને તેઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરીને હેરાન કરવામાં આવતો હતો તેથી તે મોરબી છોડીને જતો રહ્યો હતો. વધુમાં પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે લાખાભાઈ કોલસાવાળા, દિલીપસિંહ અને એસએસ શોરૂમવાળા રાહુલભાઈ વિગેરેના નામ સાથે દિપકભાઇએ પોલીસમાં અરજી આપી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે અને આ અંગે પોલીસ દ્વારા આગળની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.






Latest News