મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો


SHARE







 

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા વૃદ્ધ તેના મોટાભાઈના ઘરે લાઈટ બાબતે વાતચીત કરવા માટે ગયા હતા ત્યારે મોટાભાઈએ બોલાચાલી કરી તેને ઈંટના છુટા ઘા,  લોખંડના ફર્મા તથા લાકડા વડે માથામાં માર મારીને ગંભીર કરી હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તેની મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના દીકરાએ હાલમાં તેના ભાઈજી સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૨૮) એ હાલમાં તેના ભાઈજી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકીની સામે હત્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી (૫૮)ને તેના મોટાભાઇ અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી સાથે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુખ હોય અને લાઈટનું મીટર અમરશીભાઈના ઘરમાં છે જેથી ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ તેઓના ઘરે લાઈટ બાબતે વાત કરવા માટે ગયા હતા ત્યારે અમરશીભાઈએ તેની સાથે બોલાચાલી કરીને ઇંટનો છૂટો ઘા મારીને તથા લોખંડના ફર્મા અને લાકડા વડે માથામાં માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજા પામેલા પ્રેમજીભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૩૮ અને ૫૦૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News