મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં બેઠલ યુવાનના ૫૬,૭૦૦ ની ચોરી કરવાના ગુનામાં બે આરોપી પકડાયા


SHARE







વાંકાનેરમાં રિક્ષામાં બેઠલ યુવાનના ૫૬,૭૦૦ ની ચોરી કરવાના ગુનામાં બે આરોપી પકડાયા

વાંકાનેરના માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા માટે ખેતમજૂર આવ્યો હતો અને કપાસના વેચાણ બાદ તેને મળેલ ૫૬૭૦૦ રૂપિયા પોતાના ખિસ્સામાં રાખીને તે સીએનજી રીક્ષામાં પાછળની સીટમાં બેઠો હતો ત્યારે તે રિક્ષામાં પહેલાથી જ એક શખ્સ મુસાફરની જેમ બેઠો હતો તે શખ્સ દ્વારા તેના ખિસ્સામાંથી કોઈ પણ સમયે રોકડા રૂપિયાની ચોરી કરી લીધી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની ચોરી ગયેલ રોકડા રૂપિયા તેમજ રિક્ષા સહિતનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે પૂથુભા ઝાલાની વાડીએ ઓરડીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા (૪૦) નામના યુવાને કાળા કલરની સીએનજી રીક્ષા જેનો આખો નંબર તેને યાદ ન હતા તે રિક્ષામાં મુસાફરની જેમ પાછળ બેઠેલ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસ વેચાણ કરવાથી ૫૬,૭૦૦ મળ્યા હતા જે પોતાના ખિસ્સામાં રાખીને તે રીક્ષામાં બેસીને જતાં હતા ત્યારે રિક્ષામાં પાછળની સીટમાં બેઠેલ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને તેના ખિસ્સામાં રોકડા ૫૬૭૦૦ ની ચોરી કરેલ હતી જે ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાનો ભેદ ઉલેકવા માટે પીઆઇ કે.એમ છાસીયાની સૂચના મુજબ કામ કરવામાં આવી રહ્યું હતું તેવામાં હરપાલસિંહ પરમાર અને કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે કુવાડવા તરફથી વાંકાનેર આવી રહેલ રિક્ષાને રોકીને પોલીસે તેમાં બેઠેલા બંને શખ્સની પૂછપરછ કરી હતી ત્યારે તેને ખેતમજૂર પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર રહે. હુડકો ચોકડી, રણુજા મંદીરની સામે રાજકોટ અને અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા રહે. નગાગામ આણંદપર, મામાવાડી સાત હનુમાન મંદીર પાસે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને ચોરી કરીને મેળવેલ ૫૬૭૦૦ રોકડા અને રિક્ષા જીજે ૩ એડબલ્યુ ૫૯૮૫ જેની કિંમત ૫૦ હજારનો મુદામાલ કબ્જે કરેલ છે અને બંને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News