મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં


SHARE







મોરબીમાં કરિયાવર બાબતની માથાકૂટમાં એક જ પરિવારની ત્રણ મહિલા સારવારમાં

મોરબી તાલુકાના પીપળીયા ગામે પારિવારિક ઝઘડામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માઁ-દીકરી અને વહુ એમ એક જ પરિવારની ત્રણ મહિલાઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કરિયાવર બાબતેની બોલાચાલી દરમિયાન આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રફીનાબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૫૦) અને તેમની દીકરી ફિરદોશબેન સલીમભાઈ ચાનીયા (ઉંમર ૨૬) ને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા અને સામેના પક્ષેથી રફીનાબેનના વહુ રૂકૈયાબેન કાદરભાઈ ચાનીયા (ઉંમર ૨૯) ને પણ મારામારીના બનાવમાં ઇજા પહોંચી હોય તેણીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ શરૂ કરી હતી અને તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે કરિયાવર બાબતે રૂકૈયાબેન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં બંને પક્ષેથી સામસામે મારામારી થઈ હોવાની વાત હાલ સામે આવી છે જે અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રજનીભાઈ પરસોતમભાઈ દેત્રોજા નામના ૪૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આઈ.એમ.અજમેરીએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે તે મોરબી આવ્યો હતો અને બગથળાથી પરત માણેકવાડા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પલ્ટી મારી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.






Latest News